hero

પ્રભુ મહાવીર પર એન્સાયક્લોપીડીયા

સુસ્વાગતમ્ આપે ભગવાન મહાવીર અને તેમણે બતાવેલ જૈન ધર્મ વિશે કઈક જાણવા અમારી મુલાકાત લીધી તે બદલ ધન્યવાદ. અમે આપને ખાતરી આપીએ છીએ કે આપને જે જોઈએ છે એ તો અહિં આપને મળશે, પણ એવું પણ ઘણું બધું મળશે જેના વિશે આપે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. જૈન ધર્મ એક એવો ધર્મ છે જેમાં તમારા જીવનની અને સમગ્ર વિશ્વની સળગતી સમસ્યાઓના સમાધાન મળી શકે છે. આધુનિક વિજ્ઞાન સાથે સૌથી વધારે તાલમેળ ધરાવતો જગતનો એકમાત્ર ધર્મ જૈન ધર્મ છે. ભગવાન મહાવીર એક એવી વિભૂતિ છે જેણે પોતે સ્વયં અદ્દભૂત સાધના કરીને આપણને જીવન સારી રીતે જીવવાનો રસ્તો બતાવ્યો છે. તમારા જીવન સાથે સંબંધ ધરાવતી ઘણી વાતો તમને અહિં જાણવા મળશે. આપને જોઈતી વિગત ન જ મળે તો કૃપયા ચેટ બોક્સમાં આપનો પ્રશ્ન મૂકવા વિનંતી અને આપના સજેશન્સ તથા ઓપિનિયન ચેટ બોક્સમાં મૂકશો તો અમે આપના આભારી થઈશું.