ભગવાન મહાવીર વિશે માહિતી

Ep-4: ભગવાન શ્રી મહાવીરના ૨૭ ભવ


નોંધ- જૈનદર્શન કે જૈન તત્ત્વજ્ઞાનનો પાયો પૂર્વભવોનાજ જન્મો છે, જે તે માનવામાં ન આવે ધાર્મિક કે આધ્યાયિક બધી માન્યતાઓ અને વ્યવસ્થાઓ તૂટી પડે અને તે અંગેની સાધના પણ અનાવશ્યક બની જાય. જન્માન્તર છે અને તેથી જ સારા જન્મ માટે સારી સાધના જરૂરી છે. આ જ સાધના-આરાધના (ગતિનામ અને આયુષ્યકર્મનો ક્ષય કરાવી) જન્માન્તરનો સહય માટે અન્ત લાવી, અનંત સુખના સ્થાનરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. પ્રત્યેક આત્મા શાશ્વત છે, તેથી તેના આદિ કે અન્ત હોતો જ નથી. તેનું વિવિધ યોનિઓમ પરિભ્રમણ અનંતકાળથી પ્રવર્તે છે. ભગવાન મહાવીરની આત્મા પણ મિથ્યાત્વ—અજ્ઞાનાતિ ર્કર્મેને પરાધીન પડીને ભવચક્રમાં ભમી રહ્યો હતો. એમાં નયસારના ભવમાં જૈન નિગ્રન્થ સાધુને સંસર્ગ થયો. ધર્ર્મોપિદેશ સાંભળતાં સાચી સમજણનો જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો, જેને જૈનદર્શનમ -'સમ્યગદર્શન' કહેવાય છે. આ દર્શન જ મેાક્ષનું બીજ હોવાથી પરંપરાએ તે મેક્ષફળને આપે છે,
આત્મિક વિકાસમાં કારણરૂપ સમ્યગ દર્શનની પ્રાપ્તિ જે ભવથી થઈ, તે જ ભવથી ભવોની ગણતરી શરૂ કરવાની પ્રથા જૈનદર્શનમાં છે. અહીં નાના નાના સામાન ભવોને જતા કરી મહાવીર જન્મ સુધીના પ્રસિદ્ધ મુખ્ય ૨૭ ભવોને જ ગણતરીમાં લીધા છે. તેની યાદી નીચે મુજ્બ છે.
આ યાદી આ વિશ્વના મંચ ઉપર, જીવ શુભાશુભ કર્મના ઉપાર્જનથી કેવા કેવા પાઠો ભજવે છે એનો આ ખ્યાલ આપી રહેશે.

 

નવસાર (ગામનો મુખી)
પહેલો સૌધર્મ (દેવલોકમાં દેવ)
મરીચિ રાજકુમાર (સંયમગ્રહણ)
પાંચમો બ્રહ્મ (દેવલોકમાં દેવ)
કૌશિક બ્રાહ્મણ
પુષ્પમિત્ર બ્રાહ્મણ
પહેલો સૌધર્મ (દેવલોકમાં દેવ)
અગ્નિદ્યોત બ્રાહ્મણ
બીજો ઈશાન (દેવલોકમાં દેવ)
૧૦ અગ્નિભૂતિ બ્રાહ્મણ
૧૧ ત્રીજો સનત્કુમાર (દેવલોકમાં દેવ)
૧૨ ભાદ્રાજ બ્રાહ્મણ
૧૩ ચોથો મહેન્દ્ર (દેવલોકમાં દેવ)
૧૪ સ્થાવર બ્રાહ્મણ
૧૫ પાંચમો બ્રહ્મ (દેવલોકમાં દેવ)
૧૬ વિશ્વભૂતિ રાજકુમાર (સંયમગ્રહણ)
૧૭ સાતમો મહાશુક્ર (દેવલોકમાં દેવ)
૧૮ ત્રિપૃષ્ઠ વાસુદેવ
૧૯ સાતમી નરકમનારક
૨૦ સિંહ
૨૧ ચૌથો નરકમાં નારક
૨૨ મનુષ્યભવ (અનામી) (સંયમગ્રહણ)
૨૩ પ્રિયમિત્ર-ચક્રવર્તી (સંયમગ્રહણ)
૨૪ સાતમો મહાશુક્ર (દેવલોકમાં દેવ)
૨૫ નંદન રાજકુમાર (સંયમગ્રહણ)
૨૬ દશમો પ્રાણત (દેવલોકમાં દેવ)
૨૭ શ્રી વર્ધમાન-મહાવીર (અંતિમ ભવ)

 

  • ૨૭ ભવો પૈકી- ૨, ૪, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૨૪, ૨૬, આ દશ ભવો દેવલોકમાં દેવ તરીકેના.
  • ૧૯, ૨૧, આ બે ભવ નરકમાં નારકી તરીકેના. ૨૦મો ભવ તિર્યંચગતિમાં પશુ-સિદ્ધ તરીકેના.
  • ૧, ૩, ૫, ૬, ૮, ૧૦, ૧૨, १४, ૧૬, ૧૮, ૨૨, ૨૩, ૨૫, ૨૭, આ ૧૪ ભવો મનુષ્યગતિમાં મનુષ્ય તરીકેના છે. એમાં ૫, ૬, ૮, ૧૦, ૧૨, १४, આ ભવો પ્રથમ બ્રાહ્મણ અને પછીથી ત્રિદંડી બન્યાના સમજવા.
  • ૩, ૧૬, ૨૨, ૨૫, આ ચારેય ભાવોમાં રાજકુમાર હતા, આ ચારેય ભવવાળો વ્યકિતઓએ એ જ ભવમાં સંયમ-ચારિત્ર લીધું હતું. ૨૩મા ભવમાં મહાવિદેહમાં ચક્રવર્તી બન્યા અને ૧૮મો ભવ વાસુદેવના થયો.
  • તીર્થંકર થવાનું પુણ્યનામકર્મ ૨૫મા નંદનમુનિના ભવમાં વીથસ્થાનકાદિતપની આરાધના દ્વારા બાંધ્યું-નિકાચિત કર્યું અને તે ૨૭મા ભવે ઉંદયમાં આવતાં તીર્થંકર રૂપે જન્મ્યા.
  • ૨૭ ભવમાં ૧/૩ ભાગ દેવલોકનો અને એનાથી કંઈક વધુ ભાગ મનુષ્ય ગતિનો છે.
  • 'નવસાર'ની કથા શ્વેતામ્બર-દિગમ્બર બંને સંપ્રદાયનાં પ્રાકૃત-સંસ્કૃત ચરિત્ત્રોમાં વિવિધ રીતે જોવા મળે છે.

 

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.