Ep-18: શ્રી ધવલી તીર્થ
[ પુરાતન ક્ષેત્ર ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: ઘવલી ગામના મધ્યમાં.
પ્રાચીનતા: આ તીર્થની પ્રાચીનતા લગભગ ૧૩ મી સદીથી પહેલાની માનવામાં આવે છે.
આબુના ઠેલવાડા-લૂણવસહી મંદિરની વ્યવસ્થામાં વિ.સં. ૧૨૮૭માં અહીંના શ્રાવકોએ ભાગ લીઘો હતો એવો ઉલ્લેખ છે. એથી સ્પષ્ટ થાય છે કે એ સમયે આ ગામ પણ જાહોજલાલીવાળુ હતું. તથા અહીં શ્રાવકોના ઘર અને અનેક મંદિરો પણ હોવા જોઈએ.
આ મંદિરનું નિર્માણ ક્યારે તથા કોણે કરાવ્યુ તેની માહિતી મેળવવી મુશ્કેલ છે. પ્રભુ પ્રતિમા પર કોઈ લેખ ઉત્કીર્ણ નથી. પરંતુ તેની શિલ્પાકૃતિથી જ અહીંની પ્રાચીનતા તથા ભવ્યતા સિદ્ધ થઈ જાય છે.
મંદિર ખુબ જ પ્રાચીન છે. એનો અંતિમ જીર્ણોદ્ધાર આબુરોડ જૈન સમાજ મીરપુર ભોજણાળા ટ્રસ્ટ દ્વારા થઈને આચાર્ય પદ્મસૂરિજીના સુહસ્તે હાલમાં જ ૬ વર્ષ પહેલા પ્રતિષ્ઠા થયેલ છે. પ્રતિમા એ જ પ્રાચીન છે.
વિશિષ્ટતા: અહીંની પ્રાચીનતા તથા પ્રભુ પ્રતિમાની ભવ્યતા જ અહીંની વિશેષતા છે.
અન્ય મંદિર: પ્રભુ પ્રતિમાની કળા અત્યંત દર્શનીય છે. આવી અલૌકિક અને ભાવાત્મક પ્રતિમાના દર્શન અન્યત્ર દુર્લભ છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ લગભગ રપ કિ.મી. દૂર છે. ત્યાંથી દરેક પ્રકારના વાહન મળી રહે છે. મંદિર સુધી કાર તથા બસ જઈ શકે છે. હવાઈ મથક અમદાવાદ તથા ઉદયપુર ૨૦૦ કિ.મી. દૂર છે. અહીંનુ બસ સ્ટેન્ડ દોલપુરા ૪ કિ.મી. દૂર છે.
સગવડતા: રહેવા માટે હાલમાં મંદિરની નજીક ધર્મશાળા છે. અહીં વીજળી, વાસણ, ગાદલાં-ગોદડા વગેરેની સગવડતા છે. હાલમાં ભોજનશાળા નથી પરંતુ પૂર્વ સૂચના આપવાથી ભોજનની વ્યવસ્થા થઈ શકે છે.

પેઢી: શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતાંબર તીર્થ ધવલી. પોસ્ટ : ધવલી વાયા રેવદર, સ્ટેશન : આબુ રોડ, જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન. ફોન : ૦૨૯૭૫-૬૬૬૮૯. યવસ્થાપક : આબગોડ સમાજ મીરપુર તીર્થ જૈન ભોજનશાળા ટ્રસ્ટ પોસ્ટ : સિન્દરથ ૩૦૭ ૦૦૧, જિલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન. ફોન :૦૨૯૭૨-૮૬૭૩૭, पी.पी. ૦૨૯૭૫ - ૫૬૬૩૫