Ep-32: શ્રી કટારિયા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેતવર્ણ, (શ્વે. મંદિર)
તીર્થ સ્થળ: કટારિયા ગામમાં
પ્રાચીનતા: અહીંનો ઈતિહાસ લગભગ ૭૦૦ વર્ષ થી પહેલાનો હોવાનુ મનાય છે. કહેવાય છે કે અહીં પણ ધર્મ પરાયણ દાનવીર શેઠ શ્રી જગડુશાહનો મહેલ હતો. વિ.સં. ૧૩૧૨માં શેઠ શ્રી જગડુશાહ દ્વારા શ્રી ભદ્રેશ્વર મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. જે અહીં રહીને કરાવ્યો હશે.
એમ પણ કહેવાય છે કે એક વખતે અહીં ભવ્ય નગરી હતી. ત્યારે એમના સિવાય પણ આ નગરીમાં અનેક શ્રાવકો રહ્યા હશે. તથા અનેક મંદિરોના નિર્માણ પણ થયા હશે.
કાળક્રમે આ ભવ્ય નગર એક નાના ગામરૂપે પરિવર્તિત થઈ ગયું.
હાલમાં અહીં આ એક જ મંદિર છે. જે કોઈ મકાનનો પાચો ખોદતી વખતે પુણ્ય યોગથી મળી આવ્યુ હતુ. આની કળા વગેરે જોઈને પુરાતત્વ વિભાગના લોકો એને લગભગ પાંચસો વર્ષ પ્રાચીન માને છે. આચાર્ય ભગવંત શ્રીવિજય હીર વિજય સૂરિશ્વરજીના શિષ્ય વિજયસેન સૂરિજી દ્વારા પ્રતિષ્ઠિત પણ માનવામાં આવે છે. ભૂગર્ભમાં થી પ્રાપ્ત મંદિરની કલા અને પ્રાચીનતા દેખતે સંભવ છે એ સમયે આનો જીર્ણોદ્ધાર થયો હશે.
સુસંયોગવશ નજીકના ગામ વાંઠિયામાં ચાતુર્માસાર્થ વિરાજિત શ્રી આત્મારામજી મ.સા. ના શિષ્ય શ્રી કનકવિજય જી મ.સા. નો વિ.સ. ૧૯૭૮માં અહીં આગમન થયુ. ગુરૂ ભગવંતની પ્રેરણા થી ભૂગર્ભમાં પ્રાપ્ત મંદિરના જીણોદ્ધારનો કાર્ય પણ ચાલુ થયુ. અહીં ના સંઘની ભાવનાનુસાર ગુરુદેવની પ્રરેણા અને સદપ્રયાસથી મૂલનાયક શ્રી મહાવીર પ્રભુની આ પ્રાચીન પ્રતિમા (જે પહેલાના સમયમાં અહીંથી વાંઠિયા લઈ જવામાં આવી હતી) વાંઠિયા ગામથી પુનઃ અહીં લાવીને વિ.સ. ૧૯૭૮માં વિરાજમાન કરી. જીર્ણોદ્ધારના કાર્ય લગભગ પૂર્ણ થયા પછી પ્રતિષ્ઠાનુ મુહૂર્ત વિ.સ. ૧૯૯૩ માઘ શુકલા પૂર્ણીમા નિર્ણય લઈને તેમના હાથે પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, પણ સંજોગોવસ્થ તેમની પૂર્વેજ ગુરુ ભગવંત કાળ-ધર્મ પામ્યા તે કારણ કચ્છ વાગડ દેશોદ્ધારક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી કનકસૂરીશ્વરજી ના હસ્તે પ્રતિષ્ઠાનું કાર્ય હર્ષોલ્લાસ પૂર્વક તે વખત ના મુહૂર્તમાં જ સુસમ્પન્ન થયુ. તે તેખત તેમના હાથે તલઘરમાં પણ શ્રી નેમિનાથ ભગવાન અને પ્રતિમાઓની પ્રતિષ્ઠા સમ્પન્ન થઈ.
કાળક્રમે દુર્ભાગ્યવશ લગભગ ૭ મહિના પહેલા વિ.સં. ૨૦૫૭ માહ શુકલ બીજ તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે કચ્છમાં આવેલ ભયંકર ધરતીકંપને કારણે આ મંદિરને ફરી બહુ ભારે ક્ષતિ પહોંચી. તથા આખુ મંદિર, ધર્મશાળા, ભોજનશાળા વગેરે બધી ઈમારતો ભૂમિગત થઈ ગઈ. પરંતુ દેવયોગથી પ્રભુ પ્રતિમાઓ સુરક્ષિત છે તથા પૂજા-સેવા નિરંતર ચાલુ છે.
પાછી મંદિરના જીર્ણોદ્ધારની યોજના ચાલુ છે. પેઢીવાળાનુ કહેવું છે કે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી કનકસૂરિશ્વરજી મ.સા. ના પ્રશિષ્યરત્ન આધ્યાત્મયોગી આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણ સૂરિશ્વરજી મ.સા. ના અહીં પધાર્યા બાદ જ થઈ શકશે. આ વર્ષે આચાર્ય ભગવંતનુ ચતુર્માસ ફલોઠી (રાજસ્થાન)માં છે.
વિશેષતા: ૧૪મી સદીના પ્રારંભમાં અહીં દાનવીર શેઠ શ્રી જગડુશાહ રહ્યા હોવાનો ઉલ્લેખ છે. એથી અહીંનો ઈતિહાસ પ્રાચીન તથા અત્યંત ગૌરવમયી છે. જગડુશાહ ખૂબ જ દાનવીર, ધર્મવીર તથા કર્મવીર શેઠ હતા. જેમણે જાતિ, પંથ કે સમુદાયના ભેદભાવ વગર બધા માટે ઠાનશાળાઓ જ નહીં પરંતુ પૂજા-પાઠ હેતુ ધર્મ સ્થાનનુ પણ નિર્માણ કરીને જૈન શાસનનુ ગૌરવ વધારી પુણ્યોપાર્જનનુ કાર્ય કર્યુ જે આજે પણ લોકો યાદ કરે છે. તથા પ્રેરણા પામે છે.
આ તીર્થ કચ્છ વાગડનુ પ્રાચીન, ગૌરવમયી, કલાત્મક તથા ભવ્ય તીર્થ રહ્યુ છે. પ્રભુને પ્રાર્થના છે કે આનુ કરી વહેલી તકે જીર્ણોદ્ધાર થાય અને ગૌરવમય ઈતિહાસમાં હંમેશા સ્થાન રહે.
બીજાં મંદિરો: આજે અહીં આ સિવાય એકેય મંદિર નથી.
કલા અને સૌંદર્ય: પ્રાચીન પ્રભુ પ્રતિમા ખૂબ જ મનોરમ તથા ભાવાત્મક છે. ધરતીકંપને કારણે કળાત્મક મંદિર ભૂમિગત થઈ ગયુ છે.

માર્ગદર્શન: અહીંનુ રેલ્વે સ્ટેશન કટારિયા મંદિરથી લગભગ ૦.૫ કિ.મી. દૂર છે. અહીંથી ભૂજ ૧૦૫ કિ.મી. લાકડિયા ૭ કિ.મી. છે. ગામમાં ઓટો વગેરે વાહનોની સગવડતા છે.

સગવડતા: હાલમાં ધરતીકંપને કારણે ક્ષતિ પહોંચવાથી કોઈ સગવડતા નથી. ધર્મશાળા વગેરે બનાવવાની યોજના બની રહી છે.
પેઢી: શેઠ વર્ધમાન આનંદજી પેઢી, વલ્લભપુરી, પોસ્ટ : કટારિયા-૩૭૦ ૧૪૫. જિલ્લો : કચ્છ, પ્રાંત : ગુજરાત. ફોન : ૦૨૮૩૭-૭૩૩૪૧, પી.પી. ૦૨૮૩૨-૫૧૮૧૫-૧૬-૧૭ ફેક્સ : ૦૨૮૩૨-૫૨૮૧૬.