ભારતમાં ભગવાન મહાવીર ના પ્રાચીન તીર્થસ્થાનો

Ep-22: શ્રી સત્યપુર તીર્થ

Blog post image

[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુક્ત ]

તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, (શ્વે. મંદિર)

તીર્થસ્થળ: સાંચોર ગામની મધ્યમાં

પ્રાચીનતા: આ તીર્થ પ્રભુવીરના સમયનું મનાય છે. 'જગ ચિન્તામણિ' સ્તોત્રમાં આ તીર્થનું વર્ણન છે. આ સ્તોત્રની રચના ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીએ કરી હતી. સાંચોરનું પ્રાચીન નામ સત્યપુર તેમ જ સત્યપુરી હતું.

પરાક્રમી શ્રી નાહડ રાજાએ ગુરુ પાસેથી ઉપદેશ મેળવીને વિ.સં. ૧૩૦ની આસપાસ એક વિશાળ ગગનચુંબી મંદિરનું નિર્માણ કરીને વીરપ્રભુની સ્વર્ણમયી પ્રતિમાની શ્રી જજિજગસૂરિજીના સુહસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી, એવો ૧૪મી સદીમાં શ્રી જિનપ્રભસૂરિજી દ્વારા રચેલા ‘વિવિધ તીર્થકલ્પ' માં ઉલ્લેખ છે.

વિવિધ તીર્થકલ્પમાં એમ પણ કહ્યું છે કે આ તીર્થનો મહિમા એટલો વધી ગયો કે વિધર્મીઓને ઈર્ષા થવા લાગી અને એને ક્ષતિ પહોંચાડવા માટે વિક્રમની ૧૧મી સદીમાં માળવા દેશના રાજા, વિ.સ. ૧૩૫૮માં મોગલ સેના અને વિ.સ. ૧૩૫દમાં અલ્લાઉદીન ખીલજીના ભાઈ ઉલ્લુલખાન આવ્યો હતો પરંતુ બધાને હાર માની પાછા જવું પડયું હતું. પ્રતિમાને કોઈ ક્ષતિ ન પહોંચાડી શકયું. છેવટે વિ.સ. ૧૩૬૧માં અલ્લાઉદીન ખીલજી પોતે આવ્યો તેમ જ મુક્તિથી પ્રતિમાને દિલ્હી લઈ ગયો એવો ઉલ્લેખ છે.

વિક્રમની ૧૩મી સદીમાં કનોજના રાજા દ્વારા ભગવાન મહાવીરનું મંદિર કાષ્ટનું બંધાવ્યાનો ઉલ્લેખ છે. ગુર્જર નરેશ અજયપાળના દંડનાયક શ્રી આલ્હાદ દ્વારા વિક્રમની ૧૩મી સદીમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત કર્યાનો ઉલ્લેખ છે. અહીંયા એક મસ્જિદ છે, જે પ્રાચીન કાળમાં જૈન મંદિર હતું એમ કહેવામાં આવે છે. મસ્જિદમાં જૂના પથ્થરો પર થોડા શિલાલેખો છે, જેમાં વિ.સં. ૧૩૨૨ વૈશાખ વદ ૧૩ના દિવસે ભંડારી શ્રી છાડા શેઠ દ્વારા મહાવીર ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો લેખ ઉત્કીર્ણ છે.

હાલના મંદિરનો નિર્માણકાળ જાણી શકાતો નથી, પરંતુ જીર્ણોદ્ધાર વિ.સં.૧૯૬૩માં થયો હતો. જે સ્વર્ણમયી પ્રતિમાને અલ્લાઉદ્દીન ખીલજી દિલ્હી લઈ ગયો હતો તેની ભાળ મળતી નથી. હાલમાં મંદિરમાં વિરાજેલા પ્રતિમા પ્રાચીન તેમ જ પ્રભાવશાળી છે. હાલમાં પુનઃ જીર્ણોદ્વારનું કાર્ય ચાલુ છે.

વિશિષ્ટતા: ભગવાન શ્રી મહાવીરના સમયનું આ તીર્થ હોવાથી તેમ જ ગીતમસ્વામીજીએ રચેલા “જગચિન્તામણિ” સ્તોત્રમાં આ તાર્સનું વર્ણન કરેલું હોવાથી આની ખાસ વિશેષતા છે.

કવિવર્ય ઉપાધ્યાય શ્રી સમયસુંદરજીની આ જન્મભૂમિ છે. જેમનો જન્મ વિજતી ૧૭મી સદીમાં થયો હતો. આજે પણ આ મંદિરને જીવિતસ્વામી મંદિર કહે છે.

બીજા મંદિરો: આ ઉપરાંત બીજા છ મંદિરો છે તથા એક દાદાવાડી છે.

કલા અને સૌંદર્ય: જૂના મંદિરનો ધ્વંસ થવાના કારણે પ્રાચીન કલાકૃતિઓ મંદિરમાં ઓછી જોવા મળે છે. મસ્જિદ જેને પ્રાચીન જૈન મંદિર કહેવામાં આવે છે, ત્યાં પ્રાચીન અવક્ષેપો જોવા મળે છે.

તીર્થાધિરાજ ભગવાન શ્રી મહાવીરની પ્રતિમા ખૂબ જ મનોહર છે.

માર્ગદર્શન: અહીંનું નજીકનું રેલ્વે સ્ટેશન રાણીવાડા ૪૮ કિ.મી. દૂર છે. ત્યાંથી બસ તથા ટેકસીની સગવડ છે. સાંચોર આવવા માટે જાલોર, ભિનમાલ, બાડમેર, આબુ, જોધપુર, સિરોહી, જયપુર, પાલણપુર, થરાદ તથા અમદાવાદથી બસની સગવડતા છે. મંદિરથી બસ સ્ટેન્ડ ૨૦૦ મીટર દૂર છે. મંદિર સુધી પાકો રસ્તો છે.

છેલ્લે સુધી બસ તથા કાર જઈ શકે છે.

સગવડતા: રહેવા માટે દરેક પ્રકારની સગવડતા વાળા ન્યાતી નહોરા છે. શ્રી કુંથુનાથ ભગવાન મંદિર પાસે ભોજનશાળા છે.


satyapur2.jpg

પેઢી: શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પેઢી, સદર બજાર, પોસ્ટ : સાંચોર - ૩૪૩ ૦૪૧. જીલ્લો : જાલોર, પ્રાંત : રાજસ્થાન. ફોન : ૦૨૯૭૯- ૨૨૦૨૮ (પેઢી), ૦૨૯૭૯-૨૨૧૪૭ (ન્યાતી નોહરા), ૦૨૯૭૯-૨૨૪૯૧ (ભોજનશાળા)

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.