Ep-2: ૨૭ ભવનું સ્તવન
ગીતના શબ્દો :
શ્રી શુભવિજય સુગુરુ નમિ, નમિ પદ્માવતી માય, ભવ સત્તાવીશ વર્ણવણી, સુણતા સમકીક્ત થાય.........॥૧॥
સમકીક પામે જીવને, ભવ ગણતીય ગણાય, જે વળી સંસારે ભમે, તો પણ મુગતે જાય...॥૨॥
વીર જિનેશ્વર સાહેબો, ભમિયો કાળ અનંત, પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરુહંત...॥૩॥
-----------------------------------------------------------------------
॥ ઢાલ પહેલું ॥
પહલે ભવે એક ગામનું રે, રાય નામે નયસાર, કાષ્ઠ લેવા અટવી ગયું રે, ભોજન વેલા થાય રે, પ્રાણી ધરીએ સમકિત રંગ,જિમ પામીએ સુખ અભંગ રે... ॥ ૧ ॥
મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય, દાન દેઈ ભોજન કરું રે, તો વાંછિત ફળ હોય રે ...॥૨॥
મારગ દેખી મૂનિવરા રે, વંદે દઈ ઉપયોગ , પુખે કેમ ભટકો ઈહા રે, મૂનિ કહે સાર્થ વિયોગ રે...॥૩॥
હર્ષ ભેરતેડી ગયો રે, પડિલાભ્યા મુંનિરાજ, ભોજન કરી કહે ચાલિયે રે, સાર્થ ભેલા કરૂ આજ રે... ॥૪॥
પગવટી ભેલા કર્યા રે, કહે મૂનિ દ્રવ્ય એ માર્ગ, સમસારે ભૂલા ભમોરે, ભાવ માર્ગ અપવર્ગ રે...॥૫॥
દેવ ગુરુ ઓલખાવીયા રે, દીધોવિધિ નવકાર, પશ્ચિમ મહાવિદ્યામાં રે, પામ્યા સમકિત સાર રે... ॥૬॥
શુભ ધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોજાર, પલેયોપમ આયુ ચવી રે, ભરત ઘરે અવતાર રે...॥૭॥
નામે મરીચી યૌવને રે, સંયમ લિયે પ્રભુ પાસ, દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિંદિક શુભ વાસ રે... ॥૮ ॥
----------------------------------------------------------------------
॥ ઢાલ બીજી ॥ (રાગ - હે મેરે વતન કે લોગો)
નવી વેશ રચે તેણી વેળા, વિરચે આદિશ્વર ભેલા, જળ થોડે સ્નાન વિશેષે, પગ પાવડી ભાગવે વેશે ... ॥૧॥
ધરે ત્રિદંડ લાકડી મ્હોંટી, શિર મુડણે ને ધરે ચોટી , વળી છત્ર વિલેપન અંગે, થૂલથી વ્રત ધરતો રંગે... ॥૨॥
સોનાની જનોઈ રાખે, સહુને મૂનિ મારગ ભાખે, સમોસરણે પૂછે નરેશ, કોય આગે હોગે જીનેશ... ॥૩॥
જિન જંપે ભરતને તામ, તુઝ પુત્ર મરીચી નામ, વીર નામે થશે જિન છળલા, આ ભરતે વાસુદેવ પહેલા... ॥૪॥
ચક્રવર્તી વિદેહે થાશે, સુણી આવયા ભરત ઉલ્લાસે, મરીચી ને પ્રદક્ષિના દેતા, નમિ વંદીને એમ કહેતા ...॥૫॥
તમે પુણ્યાઇવન્ત ગવાશો, હરિ ચકરી ચરમ જિન થાશો, નવો વંદુ ત્રિદંડિક વેશ, નમું ભક્તીએ વીર જિનેશ... ॥૬॥
એમ સ્તવન કરી ઘેર જાવે, મરીચી મન હર્ષ ન માવે, મહારે ત્રણ પદવી નુ છાપ, દાદા જિન ચક્રી બાપ... ॥૭॥
અમે વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ મ્હારું કહિશુ, નાચે 'કુલ મદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો... ॥ ૮ ॥
એક દિન તનુ રોગે વ્યાપે, કોય સાધુ પાણી ન આપે, ત્યાંરે વંચે ચેલો એક, તવ મલિયો કપિલ અવિવેક... ॥૯॥
દેશના સુણી દીક્ષાવાસે કહે મરીચી લિયો પ્રભુપાસે, રાજપૂત્ર કહે તું પાસે, લેશું અમે દિક્ષા ઉલ્લાસે...॥૧૦॥
તુમ દર્શને ધર્મનો વ્હેમ, સુણી ચિંતે મરીચી એમ, મુજ યોગ્ય મલ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો... ॥૧૧॥
મરીચી કહે ધર્મ ઉભયમાં, લીધી દિક્ષા યૌવન વયમાં, એણે વચણે વધ્યો સંસાર, એ ત્રીજો કો અવતાર... ॥ ૧૨ ॥
લાખ ચૌરાશી પૂર્વ આય, પાળી પંચમે સ્વર્ગ સધાય, દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખદાણી... ॥ ૧૩ ॥
----------------------------------------------------------------------
॥ ઢાલ ત્રીજું ॥ (રાગ - તુમ દિલ કી ધડકન મેં)
પાંચવેં ભવે કોલલાગ સંવિશ, કૌશિક નામે બ્રાહ્મણ વેશ, એંશી લાખ પુરવ અનુસરી, ત્રીદંડીયાને વેશે મરી... ॥૧॥
કાલ બહુ ભમિયો સંસાર, થૂણાપુરી છઠ્ઠો અવતાર, બહોંતેર લાખ પુરવ નુ આય, વિપ્ર ત્રિદંડિક વેશ ધરાય...॥૨॥
સૌધર્મ મધ્ય સ્થિતીએ થયો, આઠમેં ચૈત્ય સન્નિવેષ ગયો, અગ્નિદ્યોત દ્વિજ ત્રીદંડીઓ, પૂર્વ આયુ લાખ સાઠે મુઔ ... ॥૩॥
મધ્ય સ્થિતીએ સ્વર્ગ સુર ઇશાન, દશમ મંદિરમાં પુર દ્વિજ ઠાણ, લાખ છાપ્પણ પુરવાયુધરી, અગ્નિભૂતિ ત્રિદંડિક મરી... ॥૪॥
ત્રીજે સ્વર્ગે મધ્યાયુ ધરી, બારમેં ભવે શ્વેતંબિપુરી, પુર્વાલાખ ચુંબળીસ આય, ભરદ્વાજ ત્રિદંડિક થાય...॥૫॥
તેરમેં ચોથે સ્વર્ગે રમી, કાળ ઘણો સંસારે ભમી, ચોધમા ભવે રાજગ્રહી જાય, ચોથ્રીસ લાખ પુરવને આય...॥૬॥
થાવર વિપ્ર ત્રિંદંડી થયો, પાંચમા સ્વર્ગે મરીને ગયો, સોલમેં ભવે ક્રોડ વર્ષનું આય, રાજકુમાર વિશ્વભૂતિ થાય...॥૭॥
સંભૂતિ મૂનિ પાસે અણગાર, દુશ્કર તપ કરી વરસ હજાર, માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા... ॥૮॥
ગાય હણ્યા મુંની પડિયા વશા, વિશાખાનંદી પિતરીયા હસ્યા, ગોંગે મૂનિ ગર્વે કરી, ગગણ ઉછાળી ધરતી ધરી... ॥૯॥
તપબળથી હોજો બળ ધણી, કરી નિયાણું મૂનિ અણસણી, સત્તરમેં મહાશુક્રે સુરા, શ્રી શુભવીર સાગર સત્તરા... ॥૧૦॥
---------------------------------------------------------------------
॥ ઢાલ ચોથું ॥ (રાગ - કયા ખુબ લગતી હો / આગે કે તીન આંખડી મારી પ્રભુ)
અઢારમે ભવે સાત , સુપન સૂચિત સતી, પોતન પૂરિયે પ્રજાપતિ, રાણી મૃગાવતી, તસ સુત નામે ત્રીપૃષ્ઠ, વાસુદેવ નિપન્યા, પાપ ઘણું કરી, સાતમી નર્કમાં ઉપન્યા... ॥૧॥
વીમે ભવે થાઈ સિંહ, ચોથી નર્કે ગયા, ત્હાંથી ચાવી સંસાર, ભવે બહુલા થયા, બાવીશમેં નરભવ લહી, પુણ્યદશા વર્યા, તેવીશમા રાજધાની, મુકામે સંચર્યા... ॥૨॥
રાય ધનન્જય ધરણી, રાણીએ જન્મીયા, લાખ ચૌરાશી પૂર્વ આયુ જીવ્યાં, પ્રિયમિત્ર નામે ચક્રવર્તી, દીક્ષા લહી, કોડિ વર્ષ ચારિત્ર દશા પાલી સહી...॥૩॥
મહાશુક્રે થાઈ દેવ, ઇણે ભરતે ચવી, છત્રિકા નગરમાં, જીતશત્રુ રાજવી, ભદ્રામાય લખ પચવીસ, વર્ષ સ્થિતી ધરિ, નંદન નામે પુત્રે દીક્ષા આચરી...॥૪॥
અગીયાર લાખ ને એંશી, હજાર છસ્સે વળી, ઉપર પીસ્તાલીશ, અધિક પણ મન રૂલી, વીશસ્થાનક માસખમણે, જાવજ્જીવ સાધતા, તીર્થંકાર નામકર્મ, તિહાં નિકાચતા... ॥૫॥
લાખ વર્ષ દિક્ષા, પર્યાય તે પાલતા, છવ્વીસમેં ભવે પ્રાણતકલ્પે દેવતા, સાગર વીષ્ણું જીવિત સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવન સુજાણો હવે... ॥૬॥
---------------------------------------------------------------------
॥ ઢાલ પાંજમી ॥ (રાગ - ઝણઝણણકારો રે)
નયર માંહણકુડમાં વસેરે, મહાત્રદ્ધિ ઋષભદત્ત નામ, દેવઆનંદા દ્વિજ શ્રાવિકારે, પેટ લીધો પ્રભુ વિસરામ રે, પેટ લીધો...॥૧॥
બ્યાશી દિવસને અંતર રે, સુર હરણીગમેશી આય, સિદ્ધાર્થ રાજા ઘરે રે, ત્રિશલા કૂખે છટકાય રે, ત્રિશલા ... ॥૨॥
નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીએ ઓછવ કીધ, પરણિ યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે, નામે ...॥૩॥
સંસાર લીલ ભોગવી રે, ત્રીસ વર્ષે દીક્ષા લીધ, બાર વરસે હુઆ કેવલી રે, શિવવહુંનુ તિલક સીર દીધ રે, શિવવહુંનુ ... ॥૪॥
સંઘ ચતુર્વિધ થાપીયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર, સંયમ દેઈ શિવ મોકળ્યા રે, ભગવતી સૂત્રે અધિકાર રે, ભગવતી...॥૫॥
ચોત્રિસ અતિશય શોભતા રે, સાથે ચૌદ સહસ અગ્નાર, છત્રીસ સહસ તે સાધ્વી રે, બીજો દેવ દેવી પરિવાર રે, બીજો... ॥૬॥
ત્રીશ વરસ પ્રભુ કેવલી રે , ગામ નગર તે પાવન કીધ, બહોતેર વરસનું આયખું રે, દિવાલીએ શિવપદ લીધ રે, દિવાલીએ...॥૭॥
અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ, મોહરાય મલ્લ મુલશું રે, તન મન સુખનો હોય નાશ રે, તન મન...॥૮॥
તમ સુખ એક પ્રદેશ નુ રે, નવિ માયે લોકાકાશ, તને અમને સુખીઆ કરો રે, અમે ધરીએ તમારી આશ રે, અમે... ॥૯॥
અખય ખજાનો નાથનો રે મે દીઠો ગુરુ ઉપદેશ, લાલચ લાગીને સાહેબા રે, નવિ ભજીયે કુમતિના લેશ રે, નવિ ભજીયે...॥૧૦॥
મ્હોટાનો જયે આશરો રે, તેથી પામીએ લીલ વિલાસ, દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખ વાસ રે, શુભ વીર...॥૧૧॥
----------------------------------------------------------------------
• કલશ •
ઓગણીશ એકે, વર્ષ છેકે, પુણિમા શ્રાવણ વરો, મેં થુંણ્યો લાયક વિશ્વનાાયક, વર્ધમાન જિનેશ્વરો, સંવેગ રંગ તરંગ ઝીલે, જસવિજય સમતા ધરો, શુભવિજય પંડિત ચરણસેવક, વીરવિજય જયકરો ॥
----------------------------------------------------------------
ગાયક: તોરલ કોઠારી ભાભેરા અને જયશ્રી શાહ સંગીત સંયોજક અને પ્રોગ્રામર: પ્રતિક શાહ રેકોર્ડિંગ સ્થળ: સ્ટુડિયો બસ-ઇન, મુંબઈ રેકોર્ડિંગ દ્વારા: વિરાટ વિડિયોએ સંપાદક: દર્શની ભાભેરા