Ep-31: શ્રી જખૌ તીર્થ
[ ભોજનશલા ની સુવિધાયુક્ત, પંચતીર્થી ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, પદ્માસનસ્થ, શ્વેત વર્ણ, લગભગ ૮૪ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: જખૌ ગામની મધ્યમાં.
પ્રાચીનતા: આ સ્થળ પણ કચ્છ ભૂજના અબડાસાના પંચતીર્થીનું એક તીર્થસ્થળ મનાય છે.
આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૦૫માં થઈ હતી. પુનઃ પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૨૮માં થઈ હતી.
વિશિષ્ટતા: આ તીર્થ અબડાસા પંચતીર્થીમાં હોવાના કારણે આની વિશેષતા છે. આને રત્નટૂંક ઠેરાસર કહે છે. આનું નિર્માણ શેઠ જીવરાજ રતનશી અને શેઠ ભીમશી રતનશીએ કરાવ્યું હતું. દર વર્ષે જેઠ સુદ અગિયારશને દિવસે વાર્ષિક ઉત્સવ મનાવાય છે.
બીજા મંદિરો: આ કોટની અંદર બીજાં આઠ મંદિરો છે.
કલા અને સૌંદર્ય: એક જ કોટમાં નજીક નજીકમાં આવેલા નવ મંદિરોની ટૂંકો હોવાના કારણે શિખરોનું દશ્ય ખૂબ જ શોભાયમાન લાગે છે.
માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન ભૂજ ૧૦૮ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. નલિયા તીર્થથી આ સ્થાન ૧૫ કિ.મી. તથા તેરાથી ૨૮ કિ.મી. દૂર છે. ગામના બસ સ્ટેન્ડથી મંદિર માત્ર ૪૦૦ મીટર દૂર છે. બસ તથા કાર મંદિર સુધી જઈ શકે છે.

સગવડતા: રહેવા માટે ધર્મશાળા છે. અહીં પાણી, વીજળી, વાસણ, ગાદલાં, ગોદડાં ભોજનશાળાની સગવડતા છે.
પેઢી: શ્રી જખૌ રત્નટૂંક જૈન દેરાસર પેઢી, પોસ્ટ : જખૌ - ૩૭૦ ૬૪૦. તાલુકો : અબડાસા, જીલ્લો : કચ્છ, પ્રાંત : ગુજરાત. ફોન : ૦૨૮૩૧-૮૭૨૨૪.