Ep-9: વર્ષાવાસનાં સ્થળનાં નામ આકરાદિ ક્રમે
સ્થળ | વર્ષાવાસના ક્રમાંક | કુલસંખ્યા |
---|---|---|
અસ્થિકગ્રામ | ૧ | ૧ |
આભિકા | ૭ | ૧ |
ચંપા | ૩, ૧૨ | ૨ |
નલન્દા | ૨, ૩૪, ૩૮ | ૩ |
પાપા(મધ્યમા) | ૪૨ | ૧ |
પૃસ્ઠ ચંપા | ૪ | ૧ |
પ્પરણિતભૂમિ | ૯ | ૧ |
ભદ્રિકા | ૫, ૬ | ૨ |
મિથિલા | ૧૪, ૨૬, ૨૭, ૩૬, ૩૯, ૪૦ | ૬ |
રાજગૃહ | ૮, ૧૩, ૧૬, ૧૮, ૧૯, ૨૨, ૨૪, ૨૯, ૩૩, ૩૭, ૪૧ | ૧૧ |
વાણિજ્યગ્રામ | ૧૫, ૧૭, ૨૧, ૨૩, ૨૯, ૩૦ | ૬ |
વૈશાલી | ૧૧, ૧૪, ૨૦, ૩૧, ૩૨, ૩૫ | ૬ |
શ્રાવસ્તી | ૧૦ | ૧ |
ભગવાન શ્રી મહાવીરે ક્યા કેટલાં ચતુર્માસો કર્યા ?
નોંધ- નિર્વાણ-મેાક્ષમાર્ગના પર્થિક નિગ્રન્થ મુનિને રાગાદિ દોષથી અને આચાર મંદતાથી બચવા, તેમ જ સ્વ સાથે પરક્લ્યાણ ખાતર પણ એક જ સ્થળે વધુ વસવાટ કરવો ઉચિત નથી હોતા એટલે શસ્ત્રમા મુજબ વર્ષના આઠ મહિના જૈન સાધુ-સાધ્વીઓને પાદવિહાર દ્વારા વિવિધ સ્થળેામાં વિચરવાનું હોય છે, પણ હિંસાદિ દોષોથી બચવા અને પોતાની જીવનશુદ્ધિ માટે આધ્યાત્મિક સાધનામાં વેગ લાવવા તેને વર્ષાવાસ એટલે ચોમાસાના ચાર મહિના તો એક જ સ્થળે ફરજિયાત રહેવાની આજ્ઞા છે. લગભગ આ જ માર્ગને અનુસરનારા ભગવાન મહાવીર વિવિધ સ્થળામાં નિર્વસ્ત્ર રહી,સર્વથા અપરિગ્રહી બની, મૌન રાખી ખાઠ મહિના વિચરતા હતા. અને ચોમાસામાં એક જ સ્થળે અહેતા હતા. તે દરમિયાન તેઓ તપ, સંયમ અને ધ્યાનની શ્રેષ્ઠ સાધના કરવા સાથે આવી પડતા વિવિધ પરિષહો અને ઉપસર્ગોને અખૂટ અને અખંડ સમતાથી સહન કરી આત્માના પૂર્ણપ્રકાશ તથા લોકકલ્યાણ માટે એકાન્ત જરૂરી એવા કેવલજ્ઞાનના પ્રકાશને અવરોધક એવા કર્મો-દોષોની નિર્જરા (ક્ષય) કરતા રહ્યા હતા. અને એ ક્ષય થતાં તેમણે વરસોથી (અથવા જન્મજન્મોથી) અભિલષિત કેવલજ્ઞાન (ત્રિકાળ જ્ઞાન) પ્રાપ્ત કર્યું. જૈન સાધુઓમાં ચોમાસાની ગણતરી કરવાની ખાસ પ્રથા છે. અહીં દીક્ષાના પહેલાં ચોમાસાથી લઈને નિર્વાણ સુધીનાં ચોમાસાની યાદી ‘કલ્પસૂત્ર'ગ્રન્થનાં આધારે રજૂ કરી છે.
ચાતુર્માસ સંખ્યા | સ્થળ નામ | દેશ નામ | ચોમાસાનો ક્રમાંક |
---|---|---|---|
૧ ચોમાસું | અસ્થિક ગામમાં | વિદેહ જનપદ | ૧ |
૨ ચોમાસું | ચંપામાં | અંગદેશ | ૩, ૧૨ |
૧ ચોમાસું | પૃષ્ટચમ્પામાં | "" | ૪ |
૨ ચોમાસાં | ભદ્રિકામાં | અંગદેશ | ૫, ૬ |
૧ ચોમાસું | આલંભિકામાં | કાશીરાષ્ટ્ર | ૭ |
૧ ચોમાસું | પ્રણીતભુમીમાં (વજભૂમિ નામના અનાર્ય દેશની) | -- | ૯ |
૧ ચોમાસું | શ્રાવસ્તીમાં | કુણલદેશ | ૧૦ |
૬ ચોમાસાં | વૈશાલીમાં | વિદેહદેશ | ૧૧, ૧૪, ૨૦, ૩૧, ૩૨, ૩૫ |
૬ ચોમાસાં | વાણિજ્ય ગ્રામમાં | "" | ૧૫, ૧૭, ૨૧, ૨૩, ૨૮, ૩૦ |
૧૧ ચોમાસાં | રાજગૃહ નગર | મગધદેશ | ૮, ૧૩, ૧૬, ૧૮, ૧૯, ૨૨, ૨૪, ૨૯, ૩૩, ૩૭, ૪૧ |
૩ ચોમાસાં | નાલંદા (ઉપનગર) માં | મગધદેશ | ૨, ૩૪, ૩૮ |
૬ ચોમાસાં | મિથિલા નગરીમાં | વિદેહદેશ | ૨૫, ૨૬, ૨૭, ૩૬, ૩૯, ૪૦ |
૧ ચોમાસાં | પાવા મધ્યમા-પાવાપુરી | મગધદેશ | ૪૨ |
પ્રભુના ૪૨ ચાતુર્માસ
સ્થળ | કુલ સંખ્યા |
---|---|
રાજગૃહી (નાલંદાપાડા) | 14 |
મિથિલા નગરી | 6 |
વૈશાલી નગરી | 12 |
પૃષ્ઠચંપા નગરી | 3 |
ભદ્રિકા નગરી | 2 |
આલંબિકા નગરી | 1 |
શ્રાવસ્તી નગરી | 1 |
અપાપાપુરી | 1 |
અનાર્યભૂમિ | 1 |
અસ્થીકગ્રામ | 1 |
કુલ | 42 |
તે ભૂમિઓ, કે જ્યાં પ્રભુના ૪૨ ચાતુર્માસ થયા
ચાતુર્માસ ક્રમાંક | પ્રાચીન નામ | વર્તમાન નામ |
---|---|---|
૧ | અસ્થિકગ્રામ વર્ધમાન | બઈ, બર્ધમાન |
૨, ૩૪, ૩૮ | નાલંદા સન્નિવેશ | નાલંદા |
૩, ૪, ૧૨ | ચંપાનગરી, પૃષ્ઠ ચંપા | ચંપાનગર |
૫, ૬ | ભદ્દીલનગર, ભદ્રિયા | ભોંડલ |
૭ | આલંભિયા | નેવલ અવિવા |
૮, ૧૩, ૧૯, ૧૮, ૧૯, ૨૨, ૨૪, ૩૩, ૩૭, ૪૧ | રાજગૃહ નગરી | રાજગીર |
૯ | વજાભૂમિ | લાઢ પ્રદેશ |
૧૦ | શ્રાવસ્તી | શ્રાવસ્તી |
૧૧, ૧૪, ૨૦, ૨૯, ૩૧, ૩૨, ૩૫ | વૈશાલી | વૈશાલી - બસર્હ |
૧૨, ૧૭, ૨૧, ૨૩, ૨૮, ૩૦ | વાણિજ્યગ્રામ – વૈશાલી | વૈશાલીબૌના પોખર |
૨૫, ૨૬, ૨૭, ૩૬, ૩૮, ૪૦ | મિથિલા | સીતામઢી જનકપુર |
૪૨ | અપાપાપુરી, મધ્યમાપાવા | પાવાપુરી પડરૌના |