Ep-1: ઝૂલે મહાવીરજી
ગીતના શબ્દો :
ઝૂલે મહાવીરજી, રમે મહાવીરજી, ઝીણી ઝીણી ઘૂઘરિયો ગાવે રૂડાં પારણીએ રમે, દેવદેવી તેને ગમે, મોંઘા મહેલામાં બાલપણ વીતાવે ફૂલની પથારીમાં પોહડે છે પ્રેમથી દેવતાઓ ગીતો સાંભળાવે અંગૂઠે અમૃતનો આનંદ તે લે છે ત્રિશલાજી પારણે ઝુલાવે રૂડાં પારણીએ o
ચાંદલિયે આંખોમાં શીતળતા આંજે છે સૂરજનું તેજ છે કપાળે હોઠ તો હંમેશ હસે, ગાલે ગુલાલ વસે સૌને બાંધે છે પ્રેમજાળે રૂડાં પારણીએ o
-----------------------------------------------------------------------
સ્તવન: ઝૂલે મહાવીરજી રચયિતા: દેવર્ધિ ગાયક - સુરેશ વાડકર મૂળ રચના - અશિત દેસાઈ સંગીત દિગ્દર્શક - સચિન લિમયે તબલા - હાર્દિક પટેલ બાંસુરી - નિનાદ મુલઓકર સાઇડ રિધમ - ધવલ કંસાર પ્રોગ્રામિંગ - મીર દેસાઈ રેકોર્ડિંગ અને મિક્સિંગ - રાકેશ મુંજારિયા (વડોદરા) વિડિઓગ્રાફી - રમેશભાઈ (નવકાર સ્ટુડિયો પાલીતાણા) વિડિઓ નિર્માણ - સુમેધ કાંબલે (વર્ધા)