Ep-10: શ્રી રાડબર તીર્થ
[ પુરાતન ક્ષેત્ર ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: રાડબર ગામની બહાર પહાડની તળેટીમાં એકાંત સ્થળે.
પ્રાચીનતા: આ તીર્થ લગભગ ૧૪૦૦ વર્ષ જૂનું મનાય છે.
વિશિષ્ટતા: દર વર્ષે અષાઢ સુદ ૯ના દિવસે ઘજા ચઢાવાય છે.
બીજા મંદિરો: હાલમાં અહીં આ સિવાય બીજું કોઈ મંદિર નથી.
કલા અને સૌંદર્ય: પહાડની ગોદમાં મંદિરનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે.
માર્ગદર્શન: પંચદેવળથી આ તીર્થ ૧.૫ કિ.મી. દૂર છે. નજીકનું રેલ્વે સ્ટેશન જવાઈબંધ ૩૨ કિ.મી. દૂર છે. ત્યાંથી ટેકસીની સગવડતા છે. નજીકનું મોટું ગામ પોસાલિયા ૬ કિ.મી. દૂર છે.
સગવડતા: હાલમાં રહેવા માટેની કોઈ સગવડતા નાથી.

પેઢી: શ્રી રાડબર જૈન તીર્થ, પોસ્ટ : રાડબર વાયા - પોસાલિયા ૩૦૭ ૦૨૮, જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન