Ep-5: સ્વામી ઋષભદાસજી
શ્રમણ ભગવાન મહાવીરે વિચાર, વાણી અને વર્તનથી વિશ્વના પ્રાણીમાત્રના કલ્યાણ માટે જ પોતાની અમૂલ્ય જીવનયાત્રા સંપન્ન કરી હતી. આ આદર્શ વિભૂતિને આજે આપણે પોતાના જીવનના આધાર માટે, અભ્યુદય માટે અને અભ્યુત્થાન માટે યાદ કરવા અનિવાર્ય છે. જે વાસ્તવમાં જ પ્રાણીમાત્ર માટે પૂજનીય અને પરમોપકારી મહાપુરુષ હતા.