Ep-13: ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ
ભગવાન મહાવીરનું શાશ્વત સૌન્દર્ય એ જ છે કે એમણે પોતાના અંતઃકરણમાં ધર્મના મહામૂલા અધ્યાત્મસ્વરૂપને પૂર્ણપણે પ્રાપ્ત કર્યું હતું. આત્મદર્શનના બળે એમનો આધ્યાત્મિક કાયાકલ્પ થયો હતો. બ્રહ્મચર્ય, સત્ય, અહિંસા, આત્મવિશ્વાસ અને જીવદયાના બહુમૂલા તત્ત્વો ચારે તરફથી એમની અંદર સમાઈ ગયા હતાં. એનો અનુભવ એમણે વિશ્વના અનાદિ, અનંત અને અમાપ એવા ધર્મના ભંડાર સાથે સાંકળી દીધો છે.