Ep-3: સાધુ ટી. એલ. વાસવાણી
જૈન સંસ્કૃતિની નિર્ભવતા અને નિઃસ્પૃહતાએ એકવાર ઈજિપ્ત, યુનાન અને બેબિલોનના વિચારકો, વિદ્વાનો ઉપર જાદુઈ અસર કરી હતી અને પેરે નામના એક તત્વવેત્તા કહે છે કે, ' મને ખરું તત્ત્વજ્ઞાન જૈન સાધુઓ પાસે જ મળ્યુ છે.' એ શ્રમણ સંસ્કૃતિના પ્રચારક અને પ્રવર્તક ભગવાન મહાવીરની મૂર્તિ મારા અંતરમાં જડાઈ ગઈ છે. હું આંખો મીંચું છું અંતરમાં ભગવાન મહાવીરની તેજસ્વી પ્રતિમાનાં મને દર્શન થાય છે.