Ep-3: શ્રી પાવાપુરી તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ, કલ્યાણક ભૂમિ, કલાત્મક ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, ચરણપાદુકા, શ્યામ વર્ણ, લગભગ ૧૮ સે.મી. (શ્વેતાંબર જલ મંદિર)
તીર્થ સ્થળ: પાવાપુરી ગામની બહાર સરોવરની મધ્યમાં
પ્રાચીનતા: આ ક્ષેત્ર પ્રાચીન કાળમાં મગધ દેશનું એક શહેર હતું. તે મધ્યમાં પાવા અને અપાપાપુરી તરીકે ઓળખાતુ. ભગવાન મહાવીરના સમયમાં જ ભગવાનના પરમ ભક્ત મગઘ નરેશ શ્રેણિકરાજાના પુત્ર અજાતશત્રુ મગધ દેશના રાજા બની ચૂક્યા હતા. આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે અજાતશત્રુના રાજકાળમાં અહીં હસ્તિપાલ નામનો રાજા રાજય કરતો હતો. સંભવતઃ હસ્તિપાલ મગધ દેશ અંર્તગત આ ગામનો માંડલિક રાજા હશે. એ સમયે ભગવાન મહાવીર ચંપાપુરીથી વિહાર કરી અહીં પધાર્યા અને રાજા હસ્તિપાલની રજ્જુગ શાળામાં ચતુર્માસ નિમિત્તે બિરાજયા.
ચતુર્માસમાં ભગવાનનાં દર્શનાર્થે અનેક રાજાગણ શ્રેષ્ઠીગણ, આદિ ભક્તો આવતા રહેતા હતા. પ્રભુએ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીને નિકટવર્તી ગામમાં દેવ શર્મા બ્રાહ્મણને ઉપદેશ દેવા મોકલ્યા. આસો વદ ચૌદશની પ્રાતઃ કાળે પ્રભુની અંતિમ દેશના પ્રારંભ થઈ એ સમયે મલ્લવંશના નવ રાજાઓ, લિચ્છવી વંશનાં નવ રાજાઓ આદિ અન્ય ભક્તગણોથી સભા ભરેલી હતી. બધા જ શ્રોતાઓ પ્રભુની અમૃતમય વાણી - અત્યંત ભાવ અને શ્રદ્ધાપૂર્વક સાંભળી રહ્યા હતા. પ્રભુએ નિર્વાણનો સમય નજીક જાણી અંતિમ ઉપદેશની અખંડ ધારા ચાલુ રાખી. આ રીતે પ્રભુએ ૧૬ પ્રહર “ઉત્તરાધ્યાયન સૂત્ર” નું નિરૂપણ કરતાં અમાસની રાત્રિના અંતિમ પ્રહરે સ્વાતિ નક્ષત્રમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું. ઈંદ્રાદિ દેવોએ નિર્વાણ કલ્યાણક ઉજવ્યું અને ઉપસ્થિત રાજાઓ અને અન્ય ભક્તજનોએ પ્રભુના વિયોગથી જ્ઞાનનો દીપક બુઝાઈ જવાને લીધે એ અંધારી રાત્રિમાં પ્રકાશમય રત્નદીપ સળગાવ્યા. એ અસંખ્ય દીપકોથી અમાસની ઘોર રાત્રિ પ્રજવલી ઉઠી ત્યારથી દિવાળીનું પર્વ શરૂ થયું. આજે પણ એ દિવસની યાદમાં દિવાળીના દિવસે આખુ શહેર હજારો દિપકોની જયોતિથી ઝગમગી ઉઠે છે.

પ્રભુનાં નિર્વાણના સમાચાર ચારે તરફ ફેલાઈ ગયા. લાખો દેવ અને માનવોની ભીડ પ્રભુનાં અંતિમ દર્શનના માટે ઊમટી પડી. ઈંદ્રાદિ દેવો અને જન સમુદાયો વિરાટ મેઠની સાથે પ્રભુના દેહને થોડે દૂર લઈ જઈ વિધિપૂર્વક અંતિમ સંસ્કાર આપ્યો.
દેવી-દેવતાગણ અને અગણિત માનવ સમુદાર્ય પ્રભુના દેહની કલ્યાણકારી ભસ્મ લઈ જઈ પોતપોતાના પૂજાગૃહમાં રાખી. ભસ્મ ન મળતાં એ ભસ્મથી મિશ્ચિંત ત્યાંની પવિત્ર માટી લઈ ગયા, જેથી ત્યાં ખાડો થઈ ગયો.
ભગવાનના મોટા ભાઈ નંદીવર્ધને અંતિમ દેસના સ્થળ અને અંતિમ સંસ્કાર સ્થળ પર ચોતરા બનાવી પ્રભુના ચરણ સ્થાપિત કર્યા. જે આજના ગામ મંદિર અને જલમંદિર તરીકે માનવામાં આવે છે.

જલમંદિરમાં ચરણપાદુકાઓ પર કોઈ લેખ ઉત્કીર્ણ નથી. સમયે સમયે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો. પહેલાં આ વેદી પર ચરણો પાસે સં. ૧૨૬૦ જેઠ સુદ બીજના દિને આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી દ્વારા પ્રતિષ્ઠિત મહાવીર ભગવાનની એક ધાતુપ્રતિમા હતી.
હાલ આ પ્રતિમા ગામના મંદિરમાં છે. આજનું ગામ મંદિર જ હસ્તિપાલની રજ્જુગશાળા અને પ્રભુનું અંતિમ દેશનાસ્થળ માનવામાં આવે છે.
આ સ્થાનમાં જ દીપાવલીનો પર્વ પ્રારંભ થયો જે આજે પણ આખા ભારતમાં ઉજવવામાં આવે છે. સમયે -
સમયે કેટલીયે વાર જીર્ણોદ્ધાર થયા. આ મંદિરમાં વર્તમાન ચરણપાદુકાઓ પર સં. ૧૯૪૫ વૈશાખ સુદ ત્રીજનો લેખ ઉત્કીર્ણ છે. બની શકે કે જીર્ણદ્વાર વખતે નવા ચરણીની પ્રતિષ્ઠા થઈ હોય
ચરમ તીર્થંકર પ્રભુવીર ના અંતિમ સંસ્કાર સ્થળ પર જલમંદિરનું અલૌકિક દૃશય - પાવાપુરી

આજ સુધી અહીં અનેક મુનિગણ અને ભક્તગણ દર્શનાર્થે આવ્યા છે, જેનું વિવરણ શક્ય નથી, પ્રારંભથી જ દીપાવલીના અવસરે પ્રભુના નિર્વાણોત્સવનો મેળો ભરાય છે. પહેલાં આ મેળો પાંચ દિવસનો રહેતો. જિનપ્રભસૂરિજીએ પોતાના "વિવિધ તીર્થકલ્પ" માં લખ્યુ છે કે ચતુર્વર્ણના લોકો યાત્રા મહોત્સવ ઉજવે છે એક જ રાત્રિએ દેવાનુભાવથી કૂવામાંથી લાવેલા જળથી પૂર્ણ દીપકમાં તેલ વગર દીપક પ્રજવલિત થાય છે.
દિગંબર માન્યતા અનુસાર, પ્રભુ આસો વદ ચીદશની રાત્રે અંતિમ પ્રહસ્માં નિર્વાણ પામ્યા હતા એટલે લોકો એ રાત્રે આ જલમંદિરમા લાડુ ચઢાવે છે અને ઉત્સવ ઉજવે છે.
શ્વેતાંબર સમુદાયનો મેળો આસો વદ અમાસે ભરાય છે, એ જ રાત્રિના અંતિમ પ્રહરમાં લાડુ ચઢાવાય છે.
વિશિષ્ટતા: ત્રિશલાનંદન ત્રૈલોકનાથ ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનની નિર્વાણભૂમિ હોવાથી આ પવિત્ર ભૂમિનો પ્રત્યેક કણ પૂજનીય છે.
પ્રભુવીરની અંતિમ દેશના આ પાવન ભૂમિમાં થઈ હતી એટલે અહીંનું શુદ્ધ વાતાવરણ આત્માને પરમ શાંતિ પ્રદાન કરે છે.
દીપાવલીનો તહેવાર ઉજવવાની પ્રથા મહાવીર ભગવાનના નિર્વાણ દિવસથી અહીંજ પ્રારંભ થઈ.
ભગવાન મહાવીરની પ્રથમ દેશના પણ અહીં થઈ હોવાનું મનાય છે. એ સ્થાન પર નવીન સુંદર સમવસરણના મંદિરનું નિર્માણ થયું છે. એમ પણ માનવામાં આવે છે કે ઈન્દ્રભૂતિ ગૌતમનો ભગવાન સાથે પ્રથમ મેળાપ અહીં થયો હતો, જેથી પ્રભાવિત થઈ પ્રભુ પાસે દીક્ષા લીધી અને પ્રથમ ગણઘર બન્યા. કલ્પસૂત્રમાં આનું સવિસ્તૃત વર્ણન છે. (દિગંબર માન્યતા અનુસાર પ્રથમ દેશના અને ઈન્દ્રભૂતિ શ્રી ગૌતમનો મેળાપ રાજગૃહી છે. જે વૃતાંત રાજગૃહીમાં આપ્યો છે.)
બીજા મંદિરો: ગામ મંદિર અને જલમંદિર, આ બે શ્વેતાંબર મંદિરો સિવાય હાલ અહીં જૂનું સમવસરણ મંદિર, મહતાબ બીબીનું મંદિર, નવું સમવસરણ મંદિર અને એક દાદાવાડી છે. આ સિવાય જલમંદિરની પાસે જ એક વિશાળ દિગંબર મંદિર છે.
કલા અને સૌંદર્ય જલમંદિરની નિર્માણ શૈલીનું વર્ણન કરીએ તેટલું ઓછું છે. કમળના ફુલોથી લદબદ સરોવર વચ્ચે આ મંદિરનું દશ્ય જોવાથી જ મહાવીર ભગવાનનું સ્મરણ થઈ જાય છે. જલમંદિરમાં પ્રવેશ કરતામ જ માણસ બધું બાહ્ય વાતાવરણ ભૂલી જઈ પ્રભુ ભક્તિમાં લીન થઈ જાય એવું શુદ્ધ અને પવિત્ર વાતાવરણ બને છે.
અન્ય શ્વેતાંબર અને દિગંબર મંદિરમાં પ્રાચીન કલાત્મક પ્રતિમાઓનાં દર્શન થાય છે.
નવીન સમવસરણ મંદિર ખૂબ જ રચનાત્મક ઢંગથી બનાવ્યું છે. જેની સંપૂર્ણ રૂપરેખા અને યોજના પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી ની છે. અને પ્રતિષ્ઠા એમની જ નિશ્રામાં થઈ.
માર્ગદર્શન: અહીંના રેલ્વે સ્ટેશન પાવાપુરી રોડ ૧૦ કિ.મી., બખ્તિયારપુર ૪૪ કિ.મી. તથા નવાદા ૨૩ કિ.મી. દૂર છે. બધી જગ્યાએ ટેકસી તથા બસની સગવડતા છે. નજીકનું મોટું ગામ બિહાર સરીફ ૧૫ કિ.મી. દૂર છે. બિહાર સરીક રાંચી રાષ્ટ્રીય રાજમાર્ગ પર આ તીર્થ આવેલું છે. મુખ્ય સડકથી લગભગ ૧ કિ.મી. છે. ધર્મશાળા તથા બધા મંદિરો સુધી બસ તથા કાર જઈ શકે છે. ગામમાં બસ તથા ટેકસીની સગવડતા છે.


સુવિઘાઓ: રહેવામાટે અહીં ગાંવના મંદિર અને નવા સમવસરણ શ્વેતામ્બર મંદિરમાં બધી જાતની સગવળા રૂમો, જનરેટર તથા બીજી બધી સગવળતા છે. ગામના મંદિરમાં ધર્મશાળામાં ભોજનશાળા પણ છે. દિગમ્બર મંદિરની પાસે દિગમ્બર ધર્મશાલા પણ છે, જ્યાં પણ ભોજનશાળા અને બીજી બધી જાતની સગવળતા છે.
પેઢી: (૧) શ્રી જૈન શ્વેતાંબર ભંડાર તીર્થ - પાવાપુરી, પોસ્ટ : પાવાપુરી ૮૦૩ ૧૧૫, જીલ્લો વાલંદા,
પ્રાંત બિહાર, ફોન : ૦૬૧૧૨-૭૪૭૩૬ (૨) શ્રી દિગંબર તીર્થ કમિટી, પાવાપુરી, પોસ્ટ પાવાપુરી - ૮૦૩ ૧૧૫.