ભારતમાં ભગવાન મહાવીર ના પ્રાચીન તીર્થસ્થાનો

Ep-29: શ્રી આનન્દપુર તીર્થ

Blog post image

[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુક્ત ]


તીર્થાધિરાજ: શ્રી આદિનાથ ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, (વે. મંદિર)

તીર્થ સ્થળ: વડનગર સ્ટેશનથી લગભગ ૧ કિ.મી. દૂર ઊંચી ટેકરી પર વસેલ વડનગર ગામમાં.

પ્રાચીનતા: આજનું વડનગર ગામ પ્રાચીન કાળમાં ચમત્કારપુર, મદનપુર, આનંદપુર વગેરે નામોથી ઓળખાતુ હતુ. જૈન ગ્રંથોમાં આનુ નામ વૃદ્ધનગર તથા આનંદપુર જોવા મળે છે.

એક સમયે આ વિરાટ નગરી હતી. અહીં સેંકડો મંહિર, વાવ તથા કુવા વગેરે હોવાનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે એક સમયે આ શ્રી સત્રુંજય ગિરરિાજની તળેટી હતી.

વિ.સં. પ૨૩માં પરમ પવિત્ર પાવન આગમ ગ્રંથ કલ્પસૂત્રની શ્રાવકો સમક્ષ પ્રથમ વાંચના અહીં શરૂ

થઈ હતી જે અત્યારે દરેક જગ્યાએ થતી આવે છે. એમ પણ કહેવાય છે કે આ વાંચના સમર્થ આચાર્ય ભગવંત શ્રી ધનેશ્વર સૂરિશ્વરજી દ્વારા અહીંના રાજા શ્રી ધ્રુવસેનની રાજ્યસભામાં ઉપસ્થિત જનસમુદાય સમક્ષ થઈ હતી.

આથી સિદ્ધ થાય છે કે આ તીર્થ એથી પણ પ્રાચીન છે વિ.સં. ૧૨૦૮માં શ્રી કુમારપાળ રાજાએ અહીં ભવ્ય કિલ્લો બનાવ્યો હતો. જેના દરવાજા, તોરણ વગેરે આજે પણ એ સમયની ચાઠ કરાવે છે.

વિ.સં. ૧૫૨૪માં પ્રતિષ્ઠાસોમજી દ્વારા રચિત સોમ સૌભાગ્ય કાવ્યમાં આ વૃદ્ધનગરમાં સમેલા નામના તળાવના તથા જીવિત સ્વામી તથા વીર નામના બે વિહારો (મંદિરો) નો ઉલ્લેખ છે.


anandpur2.jpg

સંભવ છે આજ સુધી અહીં અનેક મંદિરોનુ નિર્માણ થયુ હશે. પરંતુ હાલમાં અહીં માત્ર પ મંદિર છે. જેમાં આ મંદિર પ્રાચીનતમ માનવામાં આવે છે. આને ચોટાવાલા મંદિર કહેવાય છે. કહેવાય છે કે આનુ નિર્માણ સંપ્રતિ રાજાએ કરાવ્યુ હતુ. અહીં શ્રી ભગવાન મહાવીરનું મંદિર પણ એ જ સમયનુ માનવામાં આવે છે. જેને હાથીવાળુ મંદિર કહેવાય છે.

કહેવાય છે કે ચોટાવાળા મંદિરનુ ભોંચક તારંગા સુધી જાય છે. અહીંનુ અંતિમ જીર્ણોદ્ધાર વિ.સં. ૧૮૪૫માં થયુ હોવાનો ઉલ્લેખ છે.

વિશિષ્ટતા: જૈન ધર્મના કલ્પતરૂ સમાન પાવન આગમ ગ્રંથ 'કલ્પસૂત્ર'ની જન સમુદાય સમક્ષ વાંચના પ્રારંભ થવાનુ સૌભાગ્ય આ પાવન ક્ષેત્રને મલેલી છે. એ સમયે આનુ નામ આનંદપુર હતુ. આ અહીંનો વિશેષતા છે.

આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીએ અહીં શ્રેષ્ઠી શ્રી દેવરાજ દ્વારા આયોજીત વિરાટ મહોત્સવમાં શ્રી મુનિ સુંદરજી વાચકને આચાર્ય પદ પર વિભૂષિત કર્યા હતા. અહીંથી જ દેવરાજ શ્રેષ્ઠીએ શ્રી મુનિ સુંદરસૂરિજીની સાથે શત્રુંજય તથા ગિરનાર વગેરેની યાત્રા કરવા સંઘ કાઢયો હતો. નાગરોનુ આ ઉત્પત્તિ સ્થાન છે. નાગર લોકો જૈન ધર્માવલંબી હતા. જેમણે અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. અનેક જીનાલયોનુ નિર્માણ કરાવ્યુ.

જેના ઉદાહરણ આજે પણ જોવા મલે છે. અહીંના હાથીવાળા દેરાસરમાં શિખરબંધ બાવન દેવકુલિકાઓની પ્રત્યેક કેરીમાં ભગવાન મહાવીની પ્રતિમાઓ અલગ આલગ નગર વાણીયાઓ દ્વારા ભરાવીને પ્રતિષ્ઠિત કરાવેલ છે. જે લાજે પજી સત્યંત દર્શનીય છે.

બીજાં મંદિરો: આ સિવાય ૪ અન્ય મંદિરો

કલા અને સૌંદર્ય: આ મંદિરના ભોંયરામાં ભરાજમાન શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અત્યંત સુંદર, કળાત્મક તથા દર્શનીય છે. કહેવાય છે આ જ ભૉચરામાં તારંગા સુધીનો રસ્તો હતો.

શ્રી મહાવીર ભગવાનના બાવન જીનાલયની નિર્માણ થેલી તથા દરેક બાવન દેવકુલિકાઓમાં શ્રી વીર પ્રભુની પ્રતિમા દર્શનીય છે. ગુર્જર નરેશ શ્રી કુમારપાળ રાજા દ્વારા નિર્માણ થયેલ ભવ્ય કિલ્લાના દરવાજાઓ તથા તોરણોની શિલ્પકળા દર્શનીય છે. જે ગુજરાતની પ્રાચીન શિલ્પકળાના સર્વોત્મ નમુના માનવામાં આવે છે.

માર્ગદર્શન: અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન મહેસાણા લગભગ ૩૫ કિ.મી. દૂર છે. અહીં ટેક્સી તથા બસની સગવડતા છે. અહીંથી બીસનગર ૧૩ કિ.મી., મહુડી ૩૫ કિ.મી. તથા તારંગા ૩૫ કિ.મી. દૂર છે. આ સ્થાન ખેરાળુ-તારંગા માર્ગ પર સ્થિત છે.

મંદિરથી બસ સ્ટેન્ડ લગભગ ૦.૫ કિ.મી. દૂર છે. મંદિર સુધી કાર તથા બસ જઈ શકે છે. ગામમા ઓટો તથા ટેક્ષીની સગવડતા છે. નજીકનું હવાઈ મથક અમદાવાદ લગભગ ૧૦૦ કિ.મી. દૂર છે.

સગવડતા: રહેવા માટે દરેક પ્રકારના સગવડતાવાળી ધર્મશાળા છે. અહીં ભોજનશાળા પણ છે.


anandpur3.jpg

પેઢી: શ્રી આદિનાથ ભગવાન જૈન શ્વેતાંબર મંદિર, શ્રી વડનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ મહાવીર માર્ગ, જૈન દેરાસરની પાસે, પોસ્ટ : વડનગર-૩૮૪ ૩૫૫. જિલ્લો : મહેસાણા, પ્રાંત : ગુજરાત. ફોન : ૦૨૭૬૧-૨૨૩૩૭, પીપી. ૦ર૭૬૧-૨૨૧૦૧

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.