Ep-25: શ્રી મંડાર તીર્થ
[ પુરાતન ક્ષેત્ર ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, લગભગ ૧૨૦ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: મંડાર ગામના મંદિરની શેરીમાં
પ્રાચીનતા: પ્રાચીન-શિલાલેખોમાં આનો ઉલ્લેખ મહાહદ તથા મહાહડ નામે થયેલો છે.
મહાન વિદ્વાન આચાર્ય શ્રી વાદીદેવસૂરિશ્વરજીનો જન્મ આ ગામમાં સં. ૧૧૪૩માં થયો હતો.
સં. ૧૮૨૭માં આબુ-ઠેલવાડામાં લાવણ્યવસહિ મંદિરના વાર્ષિક મહોત્સવ માટે જે કમિટી રચવામાં આવી હતી તેમાં આ ગામનું નામ પણ છે.
સં. ૧૪૯૯માં શ્રી મેઘ કવિ રચિત 'તીર્થમાળા' માં અહીં શ્રી મહાવીર ભગવાનના મંદિરનો ઉલ્લેખ છે. આ મહાવીર ભગવાનનું મંદિર કોઈક સમયે ધરતીકંપના આંચકાને લીધે દટાઈ ગયું હશે એવું લાગે છે.
વર્તમાન મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની વિશાળકાય પ્રતિમા તથા બે કાર્યોત્સર્ગ મુદ્રામાં પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી વિમલનાથ ભગવાનની પ્રતિમાઓ (શ્રી વિમલનાથ ભગવાનની પ્રતિમા પર સં. ૧૨૫૯ નો લેખ છે.) ગામની બહાર આવેલી એક ટેકરીની નજીકમાં ભૂગર્ભમાંથી મળી આવી હતી. સંભવતઃ આ એ જ પ્રતિમા છે, જેનો ઉલ્લેખ શ્રી મેઘ કવિર તીર્થમાળા' માં કર્યો છે. અહીં ફરીથી મંદિર નિર્માણનું કા કરાવી વિ.સં. ૧૯૨૦માં વીર પ્રભુની એ પ્રાચીન અલી તિમાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. હાલમાં મંદિરનું કે જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે.

વિશિષ્ટતા: સુપ્રસિદ્ધ પ્રખર વિદ્વાન આચાર્ય શ્રી વાદીદેવસૂરીશ્વરજીની આ જન્મભૂમિ છે. ‘મહાહિદગચ્છ’ નું ઉત્પત્તિ સ્થાન પણ આજ છે.
ગામની બહાર અનેક ખંડેરોના અવશેષોથી જણાય છે. કે એક વખત આ વિરાટ નગરીમાં અનેક જૈન મંદિરો રહ્યાં હશે. અહીંના શ્રેષ્ઠીઓએ પણ સ્થળે સ્થળે ધાર્મિક કાર્યોમાં ભાગ લીઘાનો ઉલ્લેખ પણ મળી આવે છે. ઠર વર્ષે મહાસુદ ૧૩ના દિવસે ધ્વજા ચઢાવવામાં આવે છે.
બીજા મંદિરો: આ સિવાય અહીં શ્રી ધર્મનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર પણ પ્રાચીન છે.
કલા અને સૌંદર્ય: ભગવાન મહાવીરની પ્રતિમા સુંદર અને પ્રભાવશાળી છે. ખોદકામ કરતાં મળી આવેલી કાર્યોત્સર્ગ મુદ્રાઓમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની અને વિમલનાથ ભગવાનની પ્રતિમાઓ પણ દર્શનીય છે.
માર્ગદર્શન: નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ લગભગ ૫૦ કિ.મી. દૂર છે. અહીંથી બસ તથા ટેકસીની સગવડતા છે. અહીં સિરોહી, આબુ રોડ તથા ડીસાથી સીધી બસો આવે છે. અહીં બસ સ્ટેન્ડ મંદિરથી ૨૦૦ મીટર દૂર છે. કાર તથા બસ મંદિર સુધી જઈ શકે છે.અહીંથી વરમાણ તીર્થ ૧૦ કિ.મી. તથા જીરાવલા ૨૪ કિ.મી. દૂર છે.

સગવડતા: રહેવા માટે ઉપાશ્રય છે. અહીં પાણી, વીજળીની સગવડતા છે. આયંબિલશાળા પણ છે.
પેઢી: શ્રી પંચ મહાજન જૈન ધર્માદા તથા ધાર્મિક ટ્રસ્ટ, મંડાર, પોસ્ટ : મંડાર - ૩૦૭ ૫૧૩, જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન, ફોન : ૦૨૯૭૫-૩૬૧૩૧.