Ep-35: શ્રી બોડેલી તીર્થ
[ ભોજનશાલા ની સુવિધાયુક્ત, કલાત્મક ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, ૧૦૪ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: બોડેલી નગરની મધ્યમાં.
પ્રાચીનતા: આ મંદિરની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૧૧માં વૈશાખ સુદ ૯ને શુભ દિવસે પંજાબ કેસરી શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય વિજયસમુદ્રસૂરીશ્વરજીની નિશ્રામાં થઈ હતી.
વિશિષ્ટતા: અહીંયા હજારો પરમાર ક્ષત્રિયોને ફરીથી જૈન ધર્મ અંગીકાર કરાવવા માટે અહીંની પેઢી દ્વારા ધર્મપ્રચારનું કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. નાનાં-નાનાં ગામડાંઓમાં મંદિર અને પાઠશાળાઓની સ્થાપના
કરવામાં આવી છે. જેમાં કેટલાક ભાગ્યશાળીઓએ પોતાની શિક્ષા પૂરી કરી દીક્ષા પણ અંગીકાર કરી છે. અત્યારના સમયમાં આ પ્રકારના પ્રચારનું કાર્ય અત્યંત પ્રશંસનીય છે. દર વર્ષે વૈશાખ સુદ સાતમે ધજા ચઢાવવામાં આવે છે.
બીજા મંદિરો: હાલમાં આ સિવાય બીજાં કોઈ મંદિર નથી.
કલા અને સૌંદર્ય: અહીંનું નવનિર્માણ કરેલું મંદિર બહુ જ કલાત્મક અને સુંદર છે. પ્રભુની પ્રતિમા ભવ્ય શાન્ત અને ચમત્કારિક છે.
માર્ગદર્શન: તીર્થસ્થાનથી બોડેલી રેલ્વે સ્ટેશન ૧૦૦ મીટર દૂર છે. અહીંથી ટેક્સી, ઓટો વગેરેની સગવડતા છે. આ સ્થાન ખંડવા-વડોદરા માર્ગ પર આવેલ છે. છેલ્લે સુધી પાકો રસ્તો છે. અહીંથી ડભોઈ લગભગ ૪૦ કિ.મી. વડોદરા દૂર કિ.મી. તથા લક્ષમણી તીર્થ ૯૨ કિ.મી. દૂર છે.

સગવડતા: અહીં રહેવા માટે ધર્મશાળા છે. અહીં વીજળી, પાણી, વાસણ, ગાદલાં-ગોદડાં તથા ભોજનશાળાની પણ સગવડતા છે.

પેઢી: શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભા, પોસ્ટ : બોડેલી ૩૯૧ ૧૩૫, જીલ્લો : વડોદરા, પ્રાંત : ગુજરાત, ફોન : ૦૨૬૬૫-૨૨૦૬૭.