Ep-17: ડૉ. શ્રી રાજેન્દ્રપ્રસાદ
ભગવાન મહાવીરનો સંદેશ અને તેમના જીવન સબધી વધુમાં વધુ માહિતી મેળવવાનુ કાર્ય આપણા માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે મહત્ત્વનું છે. 'અહિંસા પરમો ધર્મ' નો સંદેશ તેમના અનુભવ અને તપસ્યાનું ફળ છે. ભગવાન મહાવીરના જીવન પરથી ખ્યાલ આવે છે કે ઘોર તપસ્યા કર્યા બાદ પણ તેઓ માત્ર તપસ્વી જ રહ્યા ન હતા, અથવા તો પ્રાણીઓના સુખ-દુઃખ પ્રત્યે ઉદાસીન થઈ ગયા ન હતા. બીજાઓ પ્રતિ તેમનો આત્મા દયાળુ અને સહૃદય રહ્યો હતો. આવા સહાનુભૂતિપૂર્ણ સ્વભાવને લીધે પ્રાણીઓના સુખ-દુઃખ માટે અને જગતના કલ્યાણ માટે તેમણે ઊંડું ચિંતન કર્યું હતું.