Ep-1: મહાત્મા ગાંધીજી
વર્તમાન સમયમાં ભગવાન મહાવીરસ્વામીનું નામ જો કોઈ પણ સિદ્ધાંત કાજે વિશેષ પૂજાતું હોય તો તે અહિંસા છે. કોઈ પણ ધર્મની શ્રેષ્ઠતા એ વાતમાં છે કે તે ધર્મમાં અહિંસા-તત્ત્વની કેટલી પ્રધાનતા છે. આવા અહિંસાના તત્ત્વને જો કોઈએ વધારેમાં વધારે વિકસાવ્યું હોય તો તે ભગવાન મહાવીરસ્વામીએ.