Ep-4: વીરજીનંદ જગત ઉપકારી
ગીત ના શબ્દો:
વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી.. દેશના અમૃતધારા વરસી, પર પરિણતિ સવિ વારીજી… વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી..
પાંચમે આરે જેહનું શાસન, દોય હજાર ને ચારજી, યુગપ્રધાન સૂરીશ્વર વહશે, સુવિહિત મુનિ આધારજી.. વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી..
ઉત્તમ આચારજ મુનિ અજય્ય, શ્રાવક શ્રાવિકા અચ્છજી, લવણ જલધિ માંહી મીઠું જલ, પીવે શ્રુંગી મચ્છજી.. વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી..
દશ અચ્છેરે દુષિત ભરતે, બહુ મતભેદ કરાલજી, જિન કેવલિ પૂરવધર વિરહે, ફણિસમ પંચમ કાળજી.. વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી..
તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબજી, નિશિ દીપક પ્રવહણ જિમ દરિયે, મરૂમાં સુરતરુ લુંબજી.. વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી..
જૈનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ બોધજી, કલિકાલે પણ પ્રભુ! તુજ શાસન, વર્તે છે અવિરૂધ્ધજી.. વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી.. માહરે તો સુષમાથી દુષમા, અવસર પુણ્ય નિધાનજી, ક્ષમાવિજય જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધિ નિદાનજી.. વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી..
દેશના અમૃતધારા વરસી (x2), પર પરિણતિ સવિ વારીજી… વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી.. વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી.. વીરજીનંદ જગત ઉપકારી, મિથ્યાધામ નિવારીજી..
-----------------------------------------------------------------------
લેખક : પરમ પૂજ્ય કવિરાજ શ્રી ક્ષમાવિજયજી મહારાજ સાહેબ ગાયિકા : ફોરમ પ્રસમ શાહ