Cover

સોળ સોળ શણગાર સજી ને

Episode 3

0:000:00

ભગવાન મહાવીર વિશે ગીતો

Ep-3: સોળ સોળ શણગાર સજી ને

Blog post image

ગીતના શબ્દો :

સોળ સોળ શણગાર સજી ને ત્રિશલા દેવી આવ્યા રે સિદ્ધાર્થ રાજા ના મહેળે તીર્થંકર ને લાવ્યા રે

કપાળ પર બિંદી આંકી એ સર્વ પ્રથમ શણગાર હતો સેઠીમા સિંદૂર ભર્યુ એ બીજો શુભ શણગાર હતો આંખો માં કાજલ આંજ્યુ એ ત્રીજો સરસ શણગાર હતો મેહંદી લગાવી બે હાથો પર એ ચોથો શણગાર હતો જાણે એનો આત્મા પ્રભુ ને વધાવવા તૈયાર હતો નાજુક નાજુક આંખોમાં સપનાઓ ચૌદ સમાવ્યા રે સોળ સોળ શણગાર સજી ને ત્રિશલાદેવી આવ્યા રે

લાલ જરિયાં ઓઢણી પહેરી એ પંચમ શણગાર હતો વેણીમાં ગજરો ગૂંથાયો એ છઠ્ઠો શણગાર હતો સુવર્ણ ટીકો માગમાં મૂક્યો એ સપ્તમ શણગાર હતો નથણી નમણા નાકે ઝૂલે એ અષ્ટમ શણગાર હતો જગત ની માતા બનવા માટે સર્જાયો અવતાર હતો ચોથા આરામમાં પણ એણે કલ્પવૃક્ષ નિપજાવ્યા રે સોળ સોળ શણગાર સજી ને ત્રિશલા દેવી આવ્યા રે

કર્ણફૂલ કાને લટકાવ્યા એ નવમો શણગાર હતો હાર મનોહર કંઠ બિરાજ્યો એ દશમો શણગાર હતો બાજુબંદ ધર્યા સોનેરી અગિયારમો શણગાર હતો સુંદર સુંદર બંગડી હાથે એ બારમો શણગાર હતો પ્રભુમાતા બનવાનો એનો એકમાત્ર અધિકાર હતો લાખો કરોડો દેવ દેવી ને મહારાણી મન ભાવ્યા રે સોળ સોળ શણગાર સજી ને ત્રિશલા દેવી આવ્યા રે

રત્ન જડિત વીંટીઓ પહેરી એ તેરમો શણગાર હતો મૂલ્યવંત કટિબંધ ધરે છે ચૌદમો એ શણગાર હતો પગમાં આંગળીયે અંગૂઠી પંદરમો શણગાર હતો ઝીણી ઘૂઘરીવાળા પાયલ એ સોળમો શણગાર હતો પરમાત્માનો પિંડ ઘડી દે એવો પુણ્ય પ્રકાર હતો સોળમી સાલગીરી ના પડઘમ નંદપ્રભામાં વાગાવ્યા રે સોળ સોળ શણગાર સજી ને ત્રિશલા દેવી આવ્યા રે

-----------------------------------------------------------------------

પદ: સોળ સોળ શણગાર સજી ને રચના: દેવર્ધિ સંગીતકાર: સચિન લિમયે, પાર્થ દોષી, હિમાંશુ મકવાણા સંવેદના: શ્રી તુષાર શુક્લ ગાયક: સચિન લિમયે, પાર્થ દોષી, હિમાંશુ મકવાણા, શિવમ સિંહ સંગીત રचना અને દિગ્દર્શન: સચિન લિમયે કમેન્ટ્રી: તુષાર શુક્લ પ્રોગ્રામિંગ: મીર દેસાઇ બાંસુરી: નિનાદ મુલઓકર તબલા: ઋષિન સરૈયા ઢોલક: ઋષિન સરૈયા મેન્ડોલિન: ચંદ્રકાન્ત મિક્સિંગ અને માસ્ટરિંગ: મીર દેસાઇ વીડિઓ ડિઝાઇન: સુમેધ કાંબલે (વર્ધા) ફોટોગ્રાફી: ધ ફોકલ ઇન્સ્ટીટ્યુશન (વિપિન ગોજે)


Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.