ભગવાન મહાવીર વિશે માહિતી

Ep-1: તીર્થંકર ભગવાન શ્રીમહાવીરના જીવનની અને તેમની સાથે સંબંધ ધરાવતી બાબતોની સંક્ષિપ્ત નોંધ.


નોંધ- સર્વોદય તીર્થના સ્થાપક ભગવાન શ્રીમહાવીરની ગતજન્મથી લઈને તેઓ મોક્ષે પધાર્યાં ત્યાં સુધીની વિવિધ બાબતોની જરૂરી સંક્ષિપ્ત નોંધ-સૂચી અહીં આપી છે.

ચ્યવન તથા જન્મ બન્ને કલ્યાણકો અને તેની સાથે સંબંધ ધરાવતી વિગતો

 

ક્રમાંક પ્રશ્ન ઉત્તર
મહત્ત્વના મુખ્ય ભવાની સંખ્યા (શ્વેતામ્બાર મતે) ૨૭
ગત જન્મમાંથી શ્રુતજ્ઞાન કેટલું લાવ્યા? ૧૧ અંગ-આગમ-થાઓ જેટલું
તીર્થંકર શાથી બન્યા? ‘વીશ સ્થાનક’ નામના તપની કોઇઆરાધનાથી
ગત જન્મમાં થયા હતા? ૧૦મા પ્રાણત નામના વૈમાનિક કલ્પ (દેવલાકમાં)
પૂર્વભવનું દેવ-આયુષ્ય કેટલું? ૨૦ સાગરોપમ
ચ્યવનસ્થળ બ્રાહ્મણકુંડ ગામ-નગર
ગર્ભધારક પ્રથમ માતાનું નામ દેવાનંદા બ્રાહ્મણી
પ્રથમ પિતાનું નામ ૠષભદત્ત બ્રાહ્મણ
દેવાનંદાને કેટલાં સ્વપ્નો આવ્યાં? સિંહ વગેરે ૧૪
૧૦ તેનાં ફળો કોણે કહ્યાં? પતિ ઋષભદત્તે
૧૧ ચ્યવનમાસ અને તિથિ આષાઢ સુદિ ૬
૧૨ ચ્યવન નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની
૧૩ ચ્યવન રાશિ કન્યા
૧૪ ચ્યવન કાલ મધ્યરાત્રિ
૧૫ ગર્ભાપહરણ ક્યારે થયું? ૮૩મા દિવસે
૧૬ કોણે કર્યું? ઇન્દ્રની આજ્ઞાથી હરિણૈગમેષીદેવે
૧૭ શા કારણે કર્યું? ભિક્ષુકકુલના કારણે
૧૮ ગર્ભને કયાં પધરાવ્યો? ક્ષત્રિયાણી ત્રિશલારાણીની કુક્ષિમાં
૧૯ દેવાનંદાનો ગર્ભકાળ કેટલો? ૮૨ દિવસ
૨૦ ગર્ભધારક દ્રિતીય માતાનું નામ ક્ષત્રિયાણી રાણી ત્રિશલા
૨૧ દ્રિતીય પિતાનું નામ સિદ્ધાર્થ રાજા
૨૨ માતા ત્રિશલાને પણ ૧૪ સ્વપ્ના આવેલાં? હા, દેવાનંદાની જેમ જ
૨૩ તેનું ફળ કોણે કહ્યું? પતિ સિદ્ધાર્થ તથા સ્વપ્ન-લક્ષણ-પાઠકોએ
૨૪ ત્રિશલાનું ગૃહસ્થાન ક્ષત્રિયકુંડગામ-નગર
૨૫ સિદ્ધાર્થનું ગૃહસ્થાન ક્ષત્રિયકુંડગામ-નગર
૨૬ ત્રિશલાના ગર્ભમાં કેટલો સમય રહ્યા? ૬ મહિના અને ૧૫II દિવસ
૨૭ બન્નેના સમુદિત સંપૂર્ણ ગર્ભકાલ કેટલો? ૯ મહિના અને ૭II દિવસ
૨૮ જન્મ માસ અને તિથિ ચૈત્ર સુદ ૧૩
૨૯ જન્મ સમય મધ્યરાત્રિ
૩૦ જન્મ નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની
૩૧ જન્મ રાશિ કન્યા
૩૨ જન્મ કયા આરામાં? ચોથા આરામાં
૩૩ જન્મ સમયે ચોથો આરો બાકી કેટલો? ૭૫ વર્ષ અને ૮II મહિના
૩૪ જન્મ નગર ક્ષત્રિયકુંડગામ-નગર
૩૫ ભગવાનના ગોત્રનુ નામ કશ્યપ
૩૬ જાતિનું નામ જ્ઞાતક્ષત્રિય
૩૭ કુલનું નામ જ્ઞાતકુલ
૩૮ વંશનું નામ જ્ઞાતવંશ
૩૯ વર્ધમાન નામ શાથી પડયું? ગર્ભમાં આવ્યા બાદ ઘરમાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ થતી રહી તેથી
૪૦ મહાવીર નામ શાથી પડયું? આમલકી ક્રીડા પ્રસંગે દેવના પરા-જય કરવામાં મહા વીરતા બતાવી તેથી દેવાએ આ નામ પાડયું
૪૧ લાંછન-ચિહ્ન શું હતું? સિંહ (જંઘા ઉપર રહેલી ચામડીની કુદરતી આકૃતિ)
૪૨ શારીરિક શુભ ચિહ્નો-લક્ષણો કેટલાં? ૧૦૦૮
૪૩ જન્મ વખતે અને સંસારાવસ્થામાં કેટલા જ્ઞાનથી સહિદ હતા? મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન (મર્યાદિત પ્રત્યક્ષ-પરોક્ષ પદાર્થનું જ્ઞાન)
૪૪ દેહ વર્ણ પીળ (પીળ રંગના સુવર્ણ જેવો પીળો)
૪૫ દેશના રૂપ-કાલ્તિ સર્વરૂપાથી સુંદર, સર્વકાન્તિથી શ્રેષ્ઠ
૪૬ શરીર બલ કેટલું? અનંત
૪૭ સંઘષણ (અસ્થિ સંધિની રચના) પહેલું વજઋષભનારાચ (અત્યન્ત મજબૂત)
૪૮ સંસ્થાન (-શરીરરચના માપ) પહેલું સમચતુરસ્ત્ર (ચારે છેડાઓ સરખા હોવાથી અતિ સુંદર)
૪૯ ઉત્સેધ અંગુલથી દેહમાન સાત હાથનું
૫૦ આત્મ અંગુલથી દેહમાન ૧૨૦ અંગુલનું
૫૧ પ્રમાણ અંગલથી દેહમાન ૨૧ અંશ
૫૨ મસ્તકની વિશેષતા શી? શિખાસ્થાન ઘણુ ઉન્નત
૫૩ દેશના રુધિરનો વર્ણ કેવા? શ્વેત (ગાયના દૂધ સમાન)
૫૪ વિવાહ (લગ્ન) કરેલો હતો? હા
૫૫ વિવાહિત પત્નીનું નામ શું? યશોદા
૫૬ સંતાન હતુ? હા (માત્ર એક જ પુત્રી હતી)
૫૭ ગૃહસ્થાશ્રમનો કાળ કેટલો? ૩૦ વર્ષ
૫૮ વાર્ષિક દાન કેટલું આપ્યું? ૩ અબજ,૮૮ કરોડ,૮૦ લાખ સોનામહોરોનું

 

 

દીક્ષા કલ્યાણક અને તેને લગતી વિગતો

 

ક્રમાંક પ્રશ્ન ઉત્તર
દીક્ષામાસ અને તિથિ માગાર વિદ દશમ (ગુ. કા. વિદ)
દીક્ષાસમય દિવસનો ચતુર્થપ્રહર
દીક્ષાનક્ષત્ર ઉત્તરાફાલ્ગુની
દીક્ષારાશિ કન્યા
દીક્ષાસમયે વય ૩૦ વર્ષની
દીક્ષામાં સ્વીકૃત મહાવ્રતો કેટલી હોય? અહિંસા, સત્ય આદિ પાંચ
દીક્ષા-દિવસના તપ છટ્ઠ (-૨ ઉપવાસ)નો
દીક્ષા મહાયાત્રાની શિબિકાનું નામ? ચંદ્રપ્રભા
દીક્ષા વખતે સાથે બીજા દીક્ષા લેનારા હતા? ના (એકલા જ હતા)
૧૦ દીક્ષાવ્રત કયા ગામમાં લીધું? ક્ષત્રિય-કુંડ ગામ-નગરમાં
૧૧ દીક્ષા કયા વનમાં લીધી? કુંડગામના જ્ઞાતખંડવનમાં
૧૨ દીક્ષા કયા વૃક્ષ નીચે લીધી? અશોક વૃક્ષ નીચે
૧૩ લોન્ચ કેટલી મુષ્ટિથી કર્યો? પંચમુષ્ટિથી
૧૪ વ્રતોચ્ચારણ બાદ કર્યું શાન થયું? ચોથું-મન:પર્યવજ્ઞાન

 

 

૧૨II વર્ષ અને પંદર દિવસનો સાધના કાળ અને તેને લગતી હકીકતો

 

ક્રમાંક પ્રશ્ન ઉત્તર
દેવદુષ્ય કેટલો વખત રહ્યું? એક વર્ષ અને એક મહિનાથી અધિક
પ્રથમ પારણુ શાનાથી કર્યું? ક્ષીર-ખીરથી
પ્રથમ પારણુ કયારે કર્યું? દીક્ષાના બીજા દિવસે
પ્રથમ પારણ ક્યાં કર્યું? કોલ્લાગ સન્નિવેશમાં
પ્રથમ પારણુ કોણે કરાવ્યું અને ક્યાં? બહુલ નામના બ્રાહ્મણે પોતાના ઘરે
પ્રથમ ક્ષીર શેમાં લીધી? ગૃહસ્થે આપેલા પાત્રમાં
ઉત્કૃષ્ટ તપ કેટલા મહિનાનો કર્યો? ૬ મહિનાના ઉપવાસનો
અભિગ્રહો કરેલા? વિવિધ પ્રકારે કર્યાં
સંપૂર્ણ તપ કેટલા? ૪૧૬૬ દિવસના ઉપવાસનો
૧૦ સાધિક ૧૨II વર્ષના ઉપવાસી તપમાં પારણાંના દિવસો કેટલા? ૩૪૯
૧૧ સાધના-કાળનું ક્ષેત્ર ? પૂર્વે અને ઉત્તર ભારતના પ્રદેશ
૧૨ સાધિક ૧૨II વર્ષની સાધનામાં પ્રમાદ-નિદ્રાકાલ અન્તર્મુહૂર્ત—બે ઘડીના (૪૮ મિનિટ)
૧૩ ઉપસર્ગા થયા હતા? હા,ઘણાં જ
૧૪ કોણે કર્યા હતા? મનુષ્યો, દેવો અને તિર્યંચાએ
૧૫ સાધના ક્યા આસને કરી? મોટા ભાગે ઊભા ઊભા કાર્યોત્સર્ગ આસને (જિનમુદ્રાથી)

 

 

કેવલજ્ઞાન કલ્યાણક અને તેને લગતી મુખ્ય હકીકતો

 

પરિપત્ર નંબર પ્રશ્ન ઉત્તર
કેવલજ્ઞાન માસ અને તિથિ વૈશાખ સુદિ ૧૦
દિવસનું નામસુવ્રત (શાસ્ત્રીય નામ)
મુહૂર્તનું નામવિજય (શાસ્ત્રીય નામ)
કેવલજ્ઞાનના સમયચતુર્થ પ્રહર સાયંકાલ
કેવલજ્ઞાન સમયની રાશિ કન્યા
કેવલજ્ઞાન સમયની વર્ષ ૪૩ વર્ષ
કેવલજ્ઞાનનું સ્થાન જ્રંભિક ગામની બહારનું ૠજુ-વાલિકા નદી પાસેનું ખેતર (બિહાર પ્રાંત)
કેવલજ્ઞાન વખતે બીજા કોઈ શિષ્યો સાથે હતા ખરા? એક પણ નહિ
તે વખતે શરીર ઉપર વસ્ત્ર હતું? ના
૧૦ બીજું કંઈ સાથે રાખ્યું હતું? ના, સર્વથા અપરિગ્રહી
૧૧ સાધના કાળમાં ઉપદેશાદિ આપે? વિશિષ્ટ ઉપદેશ રૂપે પ્રાય: ન બોલે, વાર્તાલાપ હોઈ શકે છે
૧૨ કેવલજ્ઞાન કયા વૃક્ષ નીચે થયું? સાલ (શાલ) વૃક્ષ નીચે
૧૩ કેવલજ્ઞાન ક્યા આસને થયું? ઉત્કટુક અથવા ગોદોહિકા
૧૪ કેવલજ્ઞાન વખતે તપ ક્યો? છઠ્ઠું (બે ઉપવાસ) તપ
૧૫ અતિશયો કેટલા? ચોત્રીસ
૧૬ વાણીના ગુણો કેટલા? પાંત્રીસ
૧૭ પ્રાતિહાર્યોં કેટલા? આઠ

 

 

 

પોતાના તીર્થ (શાસન)ની સ્થાપના અને વિગતો

 

ક્રમાંક પ્રશ્ન ઉત્તર
તીર્થોત્પત્તિ ક્યારે? કેવલજ્ઞાન પ્રાપ્તિના બીજા દિવસે
બીજા વખતના સમવસરણમાં
તીર્થસ્થાપના માસ અને તિથિ વૈશાખ-સુદિ ૧૧
તીર્થનો ક્યારે વિચ્છેદ થશે? પાંચમા આરાના છેલ્લા દિવસના
પ્રથમ ગણધરનું નામ? ઇન્દ્રભૂતિ
પ્રથમ સાધ્વીનું નામ? ચંદનબાળા
પ્રથમ શ્રાવકનું નામ? શંખ
પ્રથમ શ્રાવિકાનું નામ? સુલસા
ભકત રાજાઓમાં પ્રધાન ભક્ત રાજવી કોણ? મગધેશ્વર ‘શ્રેણિક’
શાસનયાનું નામ? માતંગ
૧૦ શાસનયક્ષિણીનું નામ? સિદ્ધાયિકા

 

 

પરિવાર દર્શન 

 

ક્રમાંક પ્રશ્ન ઉત્તર
ગણસંખ્યા નવ
ગણધરોની સંખ્યા અગિયાર
સાધુઓની સંખ્યા ચૌદ હજાર (સ્વહસ્તદીક્ષિત)
સાધ્વીઓની સંખ્યા છત્રીસ હજાર (સ્વહસ્તદીક્ષિત)
શ્રાવકોની સંખ્યા એક લાખ ઓગણસાઠ હજાર (બાર વ્રતધારી, બાકી એ વ્રત વિનાના લાખા હતા)
શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખ અઢાર હજાર (બાર વ્રતધારી, બાકી વ્રત વિનાના શ્રાવક શ્રાવિકાની સંખ્યા ઘણા લાખોની)
કેવલજ્ઞાની મુનિઓની સંખ્યા સાતસો
મન:પર્યવજ્ઞાની મુનિઓની સંખ્યા પાંચસો
અવધિજ્ઞાની મુનિઓની સંખ્યા તેરસો
૧૦ ચૌદ પૂર્વધર મુનિઓની સંખ્યા ત્રણસો
૧૧ વૈક્રિયલબ્ધિધારી મુનિએની સંખ્યા સાતસો
૧૨ વાદી (-વાદવિવાદમાં કોષ્ઠ) મુનિઓની સંખ્યા ચારસો
૧૩ સામાન્ય મુનિઓની સંખ્યા દશ હજાર નેવ્યાસી
૧૪ પ્રકીર્ણક મુનિઓની સંખ્યા ચૌદ હજાર
૧૫ પ્રત્યેબુદ્ધ મુનિઓની સંખ્યા ચૌદ હજાર
૧૬ અનુત્તર વિમાનમાં જનારા મુનિઓની સંખ્યા ----

 

 


નિર્વાણ-મોક્ષ કલ્યાણક અને તેને લગતી હકીકતો

 

ક્રમાંક પ્રશ્ન ઉત્તર
મોક્ષગમન–મારા અને તિથિ કાર્તિક વદિ અમાવસ્યા (ગુ. આસો વદિ અમાસ)
મેાક્ષસમયનું નક્ષત્ર સ્વાતિ
મેાક્ષસમયની રાશિ તુલા
નિર્વાણ-મોક્ષ સમયની વય ૭૨ વર્ષ
મોક્ષ વખતે ક્યો સંવત્સર ચાલતા હતો? ચંદ્ર નામનો બીજો સંવત્સર
મોક્ષે ગયા તે મહિનાનું નામ પ્રીતિવર્ધન (શાસ્ત્રીય નામ)
મોક્ષે ગયા તે પક્ષનું નામ નંદીવર્ધન (શાસ્ત્રીય નામ)
મોક્ષ ગયા તે દિવસનું નામ અગ્નિવેશ્ય અથવા ઉપશમ
મોક્ષ ગયા તે રાત્રિનું નામ દેવાનંદા અથવા નિરતિ
૧૦ મોક્ષસમયનો લવ ક્યો? અર્ય (શાસ્ત્રીય નામ)
૧૧ મેોક્ષસમયને પ્રાણ કયો? મુહર્ત (શાસ્ત્રીય નામ)
૧૨ મોક્ષસમયના સ્તોક કયો? સિદ્ધિ (શાસ્ત્રીય નામ)
૧૩ મોક્ષસમયનું કરણ કયું? નાગ [ત્રીજું કરણ] (શાસ્ત્રીય નામ)
૧૪ મોક્ષસમયનું મુહૂર્ત કયું? સર્વાર્થસિદ્ધ (પાછલી રાતનું)
૧૫ મોક્ષસમયનું સ્થળ કયું? પાવા મધ્યમા અપાપાપુરી (મગધવર્તી, બિહાર)
૧૬ મોક્ષસમયનું સ્થાન કયું? હસ્તિપાલ રાજાના કારકૂનોની શાળા
૧૭ મોક્ષ વખતે દેશના કેટલા કલાક આપી? અખંડ ૪૮ કલાક
૧૮ કયા આસને મોક્ષે પધાર્યા? પર્યકાસને અથવા પદ્માસને
૧૯ મેલમાં ગયા પછી અશરીરી એમના આત્માની અવગાહના કેટલી? ૪-૨/૩ હાથની
૨૦ મોક્ષસમયનો તપ છઠ્ઠું (બે ઉપવાસ) તપ
૨૧ મોક્ષસમયે માસે જનારા બીજા સાથે હતા? કોઈપણ નિંદ
૨૨ મોક્ષ પધાર્યા તે સમય કયો? પાછલી રાત્રિનો
૨૩ ક્યા આરામાં મોક્ષે ગયા? ચોથા આરાના છેડે
૨૪ મોક્ષસમયે ચોથો આરો કેટલો બાકી હતો? ત્રણ વર્ષ સાડા આઠ મહિના
૨૫ કેટલી પરંપરા સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો? ત્રણ પાટ સુધી (ત્રણ શિષ્ય-પ્રશિષ્ય સુધી)
૨૬ તેમના શાસનમાં મોક્ષે જવાનો પ્રારંભ કયારે થયો? કેવલજ્ઞાન થયા પછી ચાર વર્ષ વીત્યાં ત્યારે

 

 

પ્રકીર્ણક જાણવા યોગ્ય કેટલીક વિગતો
 

પ્રશ્ન ઉત્તર
૧. દેશના શેના ઉપર બેસીને આપે? દેવનિર્મિત સમોસરણમાં કે સુવર્ણ કમલ ઉપર
૨. શું પ્રવચન રોજ આવે? હા
૩. રોજ કેટલા વખત આપે? સવાર, બપાર બે વખત, દરેક વખતે એક પ્રહર આપે (કુલ ૨ પ્રહર એટલે ૬ કલાક બોલે)
૪. કઈ ભાષામાં આપે? અર્ધમાગધી-પ્રાકૃત (સર્વભાષાની જનેતા)માં
૫. તેમનાં શાસ્ત્રો ગણધરોએ કઈ ભાષામાં ગુધ્યાં? મુખ્યત્વે અર્ધમાગધી પ્રાકૃતમાં
૬. પ્રથમ તપના પારણામાં અન્નદાન આપનારની ગતિ કઈ થાય? પેહલા કે ત્રીજા ભવે મોક્ષે જનાર હોય
૭. ભિક્ષાસમયે પંચ દિવ્યા ક્યા થાય? ૧. વસ્ત્ર, ૨. સુગંધી જ્લવૃષ્ટિ, ૩. વસુધારાવૃષ્ટિ, ૪. ‘અહો-દાનની ઘોષણા, ૫. દુંદુભિનાદ.
૮. એમના શાસનમાં કેટલા જણાએ તીર્થંકર નામકર્મ બાંધ્યું? પુરુષ અને સ્ત્રી મળીને નવ
૯. એમના તીર્થમાં રુદ્ર ક્યા થયા? સત્યકિ
૧૦. એમના તીર્યમાં કયા દર્શનની ઉત્પત્તિ થઈ? વૈશેષિક દર્શનની
૧૧. ભગવાનની આશ્ચર્યજનક ઘટનાઓ કેટલી બની? પાંચ (ગર્ભાપહરણ, પ્રથમ દેશના નિષ્ફલ વગેરે)
૧૨. સાધુનાં મહાવ્રતો કેટલાં? પાંચ
૧૩. શ્રાવકનાં અણુવ્રતો કેટલાં? બાર
१४. ચારિત્રના પ્રકારો કેટલા? પાંચ
१५. મૂલ તત્ત્વોની સંખ્યા કેટલી? નવ અથવા ત્રણ
१६. સામાકિ વ્રત કેટલા પ્રકાર? ચાર
१७. પ્રતિક્રમણ કેટલા પ્રકાર? પાંચ
१८. ૭ આવશ્યક-પ્રતિક્રમણ કેટલી વાર કરવાનાં? સાંજ-સવાર (નિયમિતપણે બે વાર)
૧૯. સંમ-ચારિત્રના પ્રકારો કેટલા? સત્તર
૨૦. આચારપાલન સુલભ કે દુર્લભ? બહુ દુર્લભ
૨૧. મુનિ કેવાં વસ્ત્રો વાપરે? રંગવિનાનાં શ્વેત અને સામાન્ય કોટિનાં
૨૨. એ વખતની પ્રજાનો સ્વભાવ કેવો? વક્ર-જડ-એટલે સરલતા ઓછી અને બુદ્ધિની પ્રગલ્ભતા ઓછી
૨૩. ભારતમાં ભગવાનના વિહાર ક્યાં-ક્યાં થયો? મોટા ભાગે પૂર્વ ઉત્તર ભારતમાં: તે ઉપરાંત એકાદ વખત પશ્ચિમ ભારત સુધી.
૨૪. કેટલા રાજાઓ ભક્ત હતા? સંખ્યાબંધ રાજાઓ

 

 

પ્રભુજીના ૭૨ વર્ષના આમુખ્યકાળની સંક્ષિપ્ત વહેંચણી

 

કાર્ય કાળ
૧. ગૃહસ્થાવસ્યાનો કાલ ૩૦ વર્ષ
૨. દીક્ષાપર્યાયના કાલ ૪૨ વર્ષ (અને એટલા જ ચાતુર્માસે)
૩. છદ્મસ્થાવસ્થાનો કાલ ૧૨II વર્ષ અને ૧૫ દિવસ
૪. કેવલજ્ઞાનનો કાલ ૨૯ વર્ષ પII મહિના
૫. સંપૂર્ણ આયુષ્ય કાલ ૭૨ વર્ષ સંપૂર્ણ (પ્રાચીન જૈન પદ્ધતિની ગણના મુજ્બ)

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.