Ep-3: વિહાર સ્થળ નામ-કોષ
નોંધ- આ ગ્રન્થનાં ૪૮ ચિત્રોની સામે છાપેલા પરિચયના લખાણમાં ભગવાનના વિહાર અને ચોમાસાં અંગે જે જે સ્થળોના નિર્દેશ થયો છે, (લગભગ) તેના જ પરિચય પૂરતો આ કોષ છે. એમાં કેટલાંક સ્થળેાના આધુનિક સ્થાનો કર્યાં છે તે જાણી શકાયાં નથી. કેટલાંકનાં જે રીતે જાણી શકાય છે, તેના તે તે સ્થળે આછો નિર્દેશ કર્યો છે. અપાપાપુરી- પહેલાં આ નગરનું નામ અપાપા-પુરી (પાપ વિનાની નગરી) હતું, પણ શ્રી મહાવીરનું દેહાન્ત-નિર્વાણ થતાં, લોકોએ તેનું નામ પાવાપુરી-પાપાપુરી પાડયું. તે વખતે પાવા નામનાં ત્રણ સ્થળો હતાં, તે પૈકી આ પાવાને ‘પાવા મધ્યમા’ તરીકે ઓળખાતી સમજવી, [ચોમાસું ૪૨વું]. અસ્થિગામ- વિદેહ જનપદમાં હતું, જેના સીમાડે શૂલપાણિ યક્ષનું ચૈત્ય હતું. [ચો.૧]. આલંભિકા- રાજગૃહનગરથી બનારસ જતાં વચ્ચે આવતી હતી.[ચો. ૭]. ૠજુવાલિ(લુ)કા નદી- આ નદીનું સ્થળ જુંભિક ગામની નજીક, શ્યામાક નામના ખેડૂતના ખેતરમાં સાલ (શાલ) વૃક્ષ નીચે, જયાં ભગવાનને કેવલજ્ઞાન થયું એની નજીક હતું. કનકખલ આશ્રમ- શ્વેતામ્બી નગરીની નજીકનું સ્થળ, આ આશ્રમમાં જ ક્રૂર અને ભયંકર દૃષ્ટિવિધ ચંડકૌશિક સર્પે ભગવાનને ઉપસર્ગ કર્યો હતો. તેને પ્રતિબોધ કરીને ભગવાન ૧૫ દિવસ ત્યાં જ ધ્યાનસ્થ રહ્યા હતા. કુમાર (કર્માર) ગામ- ભગવાનની જન્મભૂમિ ક્ષત્રિયકુંડની નજીકનું જ ગામ. દીક્ષાની પહેલી જે રાતે ભગવાન અહીં રહ્યા અને ગોવાળીઆએ પહેલા ઉપસર્ગ અહીં જ કર્યો, કાશી- વારાણસી આસપાસનો પ્રદેશ. આ કાશી એક રાષ્ટ્ર ગણાનું અને વારાણસી એની રાજધાની હતી. મહાવીરના સમયમાં તે કોશલ રાષ્ટ્રમાં ગણાતી હતી. કોલ્લાક સંનિવેશ- વાણિજયગામની નજીકનું ગામ, ભગવાને દીક્ષાના બીજા દિવસે તપનું પારણું અહીં કરેલું. કોશલ-જનપદ- ઉત્તર પ્રદેશમાં આવેલા એક દેશ. તેની રાજધાની શ્રાવસ્તી હતી. કૌશામ્બી- ઉત્તર પ્રદેશમાં પ્રયાગ નજીકનો પ્રદેશ. મહાવીરના સમયમાં આ નગરી વત્સદેશની રાજધાની હતી. અહીંનો રાજા ઉદયન અને તેની માતા રાજભાતા મૃગાવતી મહાવીરનાં પરમ ભકતો હતાં. ક્ષત્રિયકુંડ ગામ- કુંડપુર નગરનું ક્ષત્રિયકુંડ એ ભગવાનની જન્મભૂમિ, ક્ષત્રિયકુંડ લછવાડ પાસે જે છે તેને જ કહે છે અને તે જ સાચું છે એમ કહે છે. ગંગા નદી- ભારત વર્ષની બે મોટી ગણાતી નદીઓ પૈકીની એક નદી, જૈન શાસ્ત્રમાં આનું મૂળ ક્ષુન્દ્ર-યુલ્લ-હિમવંત પર્વતવર્તી પદ્મદ્રામાં દર્શાવ્યું છે, પણ વર્તમાન ભૌગોલિકી આજે તેનુ ઉદ્ભભવસ્થાન હિમાલયવર્તી ગંગાત્રી જણાવે છે. એક લા ભગવાને વહાણ દ્વારા છદ્મસ્થાવસ્થામાં બે વાર અને કેવલજ્ઞાન થયા બાદ અનેક વખત પોતાના શ્રમણ-શ્રમણી સંઘ સાથે જલ માર્ગના નૌકા(-વહાણ) સાધન દ્વારા ગંગા પાર કરી હતી. ગુણશીલ ચૈત્ય - રાજગૃહનું સુપ્રસિદ્ધ ઉદ્યાન, ભગવાન વારંવાર આ જ ઉદ્યાનમાં ઊતરતા હતા.આ તેમનું ધર્મપ્રચારનું મુખ્ય મથક હતું. ૧૧ ગણધરો અહીં જે નિર્વાણ પામ્યા હતા.સર્વોત્તમ આદરપાત્ર અને પૂજનીય ગણાતા ‘કલ્પસૂત્ર’ શાસ્ત્રના અન્તના મૂલપાઠમાં પોતાના આજ્ઞાવર્તી ચતુર્વિધ સંઘ સમક્ષ પ્રસ્તુત કલ્પસૂત્રનું વાંચન ‘ગુણશીલ' ચૈત્યમાં ભગવાને કર્યાનો જે ઉલ્લેખ આવે છે તે આ જ ચૈત્ય, ચપ્પા (- નગરી)- ભાગલપુર પાસેની પ્રખ્યાત અને જૈન ઇતિહાસની પ્રસિદ્ધ નગરી. ભગવાન જયા૨ે ચંપામાં પધારતા ત્યારે ત્યાંના પૂર્ણભદ્ર ચૈત્ય નામના પ્રસિદ્ધ ઉદ્યાનમાં ઊતરતા હતા. પ્રથમ તે અંગદેશની રાજધાની હતી, પણ પાછળથી કૂણિકે તેને મગધની રાજધાની બનાવી હતી. [ચૌ. ૩, ૧૨]. છમ્માણિ (પણમાની)- પાવા મધ્યમાની નજીક, ચપ્પાનગરી જતાં ગંગાની પાસે વચમાં આ સ્થળ હતું. અહીંયા ભગવાનને કાનમાં કાશની કાષ્ઠશૂલ નાંખવાનો પ્રસંગ બન્યો હતો અને નજીકમાં જ તે કાઢવાનો પણ ઉપસર્ગ થયો હતો. જામ્બિક (કા) ગામ- ઋજુવાલિકા નદીની નજીક આવેલું એક ગામ. આ જ નદીના કિનારાવર્તી ખેતરમાં ભગવાનને કેવલજ્ઞાન થયું હતું. જ્ઞાતખંડવન- ક્ષત્રિયકુંડ નગરીની બહાર આવેલું ઉદ્યાન. જયાં ભગવાને દીક્ષા(-ચારિત્ર) વ્રત સ્વીકાર્યું હતું. દૃઢભૂમિ- મહાવીરના સમયમાં મ્લેચ્છ બહુલ વસ્તીવાળો એક પ્રદેશ. જે ભૂમિના પેઢાલ ગામના આજનેા ગોંડવાનો પ્રદેશ એ સ્થળ છે, એમ વિજ્ઞાન કહે છે.પેાલાસ સૈન્યમાં સંગમદેવે એક રાતમાં વીસ ઉપસર્ગો કરેલા. નાલંદા- પ્રાચીન રાજગૃહનું અનેક ધનાઢયોથી સમૃદ્ધ, સુવિખ્યાત અને વિશાલ ઉપનગર. પ્રસિદ્ધ 'નાલંદાપીઠ’ તે જ આ સ્થળ. [ચૌ. ૨, ૩૪, ૩૮]. પાવા (-પાવાપુરી)- કુલ ત્રણ પાવાઓ હતી. આ પાવા મગધ જનપદવર્તી હતી અને તે ‘પાવા મધ્યમા’ અથવા મધ્યમાં પાવા’ અથવા ‘મધ્યમા’ થી ઓળખાતી હતી. આજે તે બિહાર પ્રાંતવર્તી છે. ભગવાનનું અન્તિમ ચૌમાસું અને નિર્વાણ અહીં જ થયાં છે. જૈનોનું આજે આ પવિત્ર તીર્થધામ છે. [ચૌ.૪૨૫] પૃષ્ઠચમ્પા- ચંપાનું જ એક શાખાપુર. [ચૌ. ૪૫] પ્રણીતભૂમિ- બંગાળ પ્રદેશનો એક વિભાગ. મહાવીરના સમયમાં તેની અનાર્ય પ્રદેશમાં ગણના થતી હતી. પાછળથી તે આર્યપ્રદેશ બન્યો હતો. લાઢરાઢ આના જ ભાગ હતા. બ્રાહ્માણકુંડ ગામ- મૂળ નામ કુંડગામ અથવા કુંડપુર હતું. તેના બે વિભાગો હતા.એક ઉત્તરનો અને બીજે દક્ષિણનો. ઉત્તર વિભાગ ક્ષત્રિય- પ્રધાન હતો. અને દક્ષિણ વિભાગ બ્રાહ્મણપ્રધાન હતો. ઉત્તર વિભાગ 'ક્ષત્રિયકુંડ ગામ’ અને દક્ષિણ વિભાગ ‘બ્રાહ્મણકુંડ ગામ'થી ઓળખાતો હતો. ભદ્રિકા (ભદ્ધીયા)- અંગદેશની પ્રસિદ્ધ નગરી. અહીં ભગવાને છદ્મસ્થાવસ્થામાં ચૌમાસુ કરેલું. [ચૌ.૧]. ભદ્રિલનગરી- મહાવીરના સમયની મલયદેશની રાજધાની. [ચૌ.૫]. મધ્યમા- પાવાનું જ ઉપનામ તરીકે ચાલુ થયેલું અને સમય જતાં પર્યાય રૂપ બનેલું બીજું નામ મધ્યમા' હતું. [ચો, ૪૨]. મહાસેનઉદ્યાન- પાવામધ્યમાનું નગર બહારનું ઉદ્યાનસ્થલ. કેવલજ્ઞાન થયું તે જ શત્રે ભગવાને ૪૮ કોશનો વિહાર કરી, બીજા દિવસે જે વનમાં પહોંચી, સમવસરણમાં બેસી દેશના આપી અને જયાં ૧૧ બ્રાહ્મણોને પ્રતિબોધીને પ્રવજયા આપી, સંઘસ્થાપના અને શાસ્ત્રાર્જન (દ્વાદશાંગીનું) પણ થયાં,તે જ આ સ્થળ. મૌરાક સંનિવેશવ- વૈશાલીની આજુબાજુમાં વર્તનું કોઈ ગામ. રાજગૃહ- મહાવીરકાલીન મગધની સુવિખ્યાત અને મહાન રાજધાની હાલ બિહાર પ્રાંત- વર્તી રાજગિર-રાજગિરિ અને તેની આજુબાજુનો પ્રદેશ ગણાય. એ જમાનામાં સમૃદ્ધિનો ટોચે પહોંચેલું,ભગવાનના ઉપદેશ, ધર્મપ્રચાર અને ચૌમાસા માટેનું સહુથી મોટું અને મજબૂત ગણ કેન્દ્ર હતું. આની બહાર ઘણાં ઉદ્યાને હતાં, પણ ભગવાન તો હંમેશા ગુણશીલ ચૈત્ય નામના ઉદ્યાનમાં જ ઊતરતા,અહીં સેકડો વખત તેમના સમોસરણ રચાયાં. ભગવાને હજારોને દીક્ષાઓ આપી. રાજા-રાણી, રાજકુમારો, સેનાપતિ આદિ અધિકારી વર્ગને તથા લાખો-કરોડો પ્રજાજનાને પોતાના સંધમાં દાખલ કર્યાં. તે બધું આ જ નગરમાં બન્યું. ભગવાનનું આ મજબૂતમાં મજબૂત મથક હતું. [ચૌમાસા વારાફરતી કુલ અગિયાર કર્યાં”] લાઢ- પશ્ચિમ બંગાળનો અમુક ભાગ પ્રણીત' 'લાઢ' કે 'રાઢ'ના નામથી ઓળખાતો હતો. ‘કલ્પસૂત્ર’ ટીકામાં આ પ્રદેશ માટે प्रणीतभूमि શબ્દ વાપર્યો છે. તેથી અનાર્ય ગણાતા પ્રણીત, લાઢ કે રાઢ એ નામા એક જ પ્રદેશના પાસે પાસેના સ્થળસૂચક સંભવે છે. અને એ જ પ્રદેશમાં વજભૂમિ અને શુદ્ધભૂમિથી ઓળખાતા પેટાપ્રદેશો હતા. આ પ્રદેશ પણ અનાર્ય જ હતા. ભગવાન આ ધરતી ઉપર બે વાર પધાર્યા હતા. ત્યાં વિચર્યા ત્યારે ક્રૂર અને અન્ય મનુષ્યથી રાર્વથા અસહ્ય એવા ભીષણ ઉપસર્ગા-કષ્ટો-ત્રાસોને સહન કર્યા હતાં; ચોમાસા માટે કોઇએ સ્થાન ન આપતાં વૃક્ષ નીચે જ ચામાસુ રહી તેમણે તપ-ધ્યાન વગેરે સાધના કરી હતી.મહાવીરના સમયમાં આ પ્રદેશ અનાર્ય હતો, પણ પાછળથી સાધુ-સંતોના પ્રચારથી લોકો આર્ય જેવા સંસ્કારી બનતાં તે પ્રદેશ “આર્ય” બન્યો હતો. એથી આગમમાં જયાં સાડીપચીસ આર્ય. દેશની નોંધ કરી છે ત્યાં આને આર્ય તરીકે નોંધ્યો છે. [ચૌ ૯]. વત્સ- ઉત્તર પ્રદેશવર્તી એક દેશ. એની રાજધાની કૌશામ્બી હતી. જે જમના નદીના કાંઠા પર વસેલી હતી. ત્યાંના રાજા થાનિક અને તેના પુત્ર ઉદયન ભગવાન મહાવીરના ભકતજનો હતા. વાચાલા- શ્વેતામ્બી નગરીની નજીકનું નગર. ભગવાનનું શેષ-અડધું દેવદુષ્યવસ્ત્ર કાંટામાં ભરાઈ જવાથી પડી ગયું. તે ઘટના વાચાલાની નજીકમાં જ બની હતી. વાચાલાના ઉત્તર દક્ષિણ એમ બે વિભાગો હોવાથી તે ઉત્તર વાચાલા અને દક્ષિણ વાચાલાથી ઓળખાતા હતા. વાણિજયગામ- વૈશાલી નગરી નજીકનું સમૃદ્ધ અને જાણીતું વેપારી મથક. [ચૌ. કુલ છ કર્યા] વિદેહ (જનપદ) દેશ- ગંડક નદીની નજીકનો પ્રદેશ. આની રાજધાની (મહાવીર પ્રભુના સમય પહેલાં) મિથિલા હતી, જર્યા જનક રાજા થયા હતા. પણ પાછળથી આ દેશની રાજધાની વૈશાલી બની. વૈશાલી- એ વિદેહ દેશની સુવિખ્યાત રાજાની હતી. રાજગૃહની નજીક આવેલી આ નગરી એક ઇતિહાસ-પ્રસિદ્ધ નગરી હતી. આ નગર જૈન ધર્મનું પ્રધાન કેન્દ્ર હતું અને ત્યાં જૈનોની શૂલપાણિયક્ષ ચૈત્ય- આ ચૈત્ય અસ્થિક ગામના સીમાડે આવેલું હતું. આ જ મંદિરમાં પણ રહેલા ભગવાનને શૂલપાણિએ ઉગ્ર ઉપદ્રો કર્યાં હતા. શ્રાવસ્તી- કુણાલદેશની અથવા ઉત્તર કૌશલદેશની રાજધાની. ગોશાળાએ તેજેદેશમાં ઉપદ્રવ આ નગરમાં જ કર્યો હતો. આજીવ(વિ)ક સંપ્રદાયનું એ જાણીતું મથક હતું. [ચૌ.૧૦]. સુરભિપુર- વિદેહથી મગધ જતાં વચગાળાનું સ્થાન.