ભગવાન મહાવીર વિશે માહિતી

Ep-7: ભગવાન શ્રી મહાવીરનો દીર્ઘ અને મહાન તપ તેના સમય, સ્થળ આદિ સાથે

નોંધ- સુવર્ણની શુદ્ધિ જેમ અગ્નિથી થાય છે, તેમ આત્માની શ્રેષ્ટ અને આત્મન્તિ શુદ્ધિ ક્ષમાભાવપૂર્વકના તપશ્ર્વરરણ-તપશ્ચર્યા રૂપ અગ્નિથી થાય છે. આ શુદ્ધિને ભાવશુદ્ધિ કહેવાય છે. પણ આ શુદ્ધિ માટે પ્રથમ બ્રાહ્મશુદ્ધિની આવશ્યકતા છે. એની શુદ્ધિ થાય તો શરીર સ્વસ્થ, શાંત અને સ્થિર બને. તેમ જ મન પણ કેટલેક અંશે નિર્મળ બને. આ બ્રાહ્મશુદ્ધિ ભાવશુદ્ધિનું અનંતર કારણ છે.છે. બીજા શબ્દોમાં બ્રાહ્મશુદ્ધિ સાધન છે અને ભાવશુદ્ધિ તેનું સાધ્ય છે. સાધનની જેટલી શુદ્ધિ તેટલી સાધ્યની શુદ્ધિ શ્રેષ્ઠ બને છે.

ઉકન બન્ને પ્રકારની શુદ્ધિ માટે જૈન શાસ્ત્રોમાં બાહ્ય અને આભ્યન્તર એમ બે પ્રકારનો તપ બતાવ્યા છે. સામાન્ય રીતે બાહ્યશુદ્ધિ માટે બાહ્યતપનું અને આભ્યન્તરની શુદ્ધિ માટે આભ્યન્તર તપનું પ્રાધાન્ય છે. બાહ્યતપમાં – (૧) અનશન, (૨) ઊણોદરિકા, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ, (૬) સંલીનતા. જયારે આભ્યન્તર તપમાં – (૧) પ્રાયશ્ચિત્તા, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) ઉત્સર્ગ આ છ પ્રકારો છે, આંતરજીવનની શુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગ મેળવવામાં બાધક ઇન્દ્રિયોના વિકારો-વાસનાઓ થમે, મનની ચંચળતા અને તૃષ્ણ- ઓના હ્રાસ તેમ જ ઘાતીકર્મોનો ક્ષય થાય.

એ જ્ઞાન અને વિવેકપૂર્ણ એવા કિલષ્ટ બાહ્યતપની ઉપેક્ષા ન કરવી એ અનિવાર્ય રીતે જરૂરી છે, અને અનિકાચિત કે નિકાચિત કોટિનાં પુરાણા માવત અધાતીકોટિનાં ક્રર્મોની નિર્જરા-ક્ષય કરીને આત્મિક શુદ્ધિ-વિશુદ્ધિ મેળવીને મેક્ષપ્રાપ્તિ થાય એ માટે આભ્યન્તર તપ કરવો એ એથી પણ વધુ જરૂરી છે. ભગવાનના બન્ને પ્રકારનો તપ કેવી સમાંતર રેખાએ થઈ રહ્યો હતો, તેની ગ્રંહતી નીચે આપેલી તપની તાલિકા પરથી આવશે.

તીર્થંકરનું જ્યાં પારણું થાય ત્યાં દેવો આકાશમાંથી સુગંધિત ફૂલ,વસ્ત્ર,અને લાખો કરોડો સોનાની વૃષ્ટિ વગેરે પંચદિવ્ય દ્વારા દાનનો મહિમા પ્રગટ કરે છે.

જેટલી નોંધ ઉપલબ્ધ બની તેટલી અહીં આપી છે.

 

સમય તપમાન સ્થળ પારણાસ્થળ કોણે કરાવ્યું? શેનાથી?
દીક્ષા વખતે છઠ્ઠ (બે ઉપવાસ) ક્ષત્રિયકુંડ કોલ્લાક બહુલબ્રાહ્મણના પાત્રમાં વાપર્યું ક્ષીરથી
ચોમાસું ૧ પાસક્ષમણ (પંદર ઉપવાસ) મોરકમાં-૧
અસ્થિકમાં-૭
--- --- ---
ચોમાસા બાદ પાસક્ષમણ કનકખલ આશ્રમ ઉત્તરવાચળા નાગસેને ક્ષીરથી
ચોમાસું ૨ માસક્ષમણ ૧ નાલંદા નાલંદા વિજય શ્રેષ્ઠીએ કૂરાદિથી
માસક્ષમણ ૨ નાલંદા નાલંદા આનંદે રાંધેલા અનાજથી
ચોમાસા બાદ માસક્ષમણ ૩ "" "" સુનંદાએ ક્ષીરથી
માસક્ષમણ ૪ "" કોલ્લાક બહુલા બ્રાહ્મણે ક્ષીરથી
છટ્ઠ બ્રાહ્મણ --- નંદે દહીં મિશ્રિત ભાતથી
ચોમાસુ ૩ ૨ માસશ્રમણ ચંપા ચંપામાં --- ---
૨ માસશ્રમણ ચંપા ગામ બહાર --- ---
ચોમાસું ૪ ચાર માસી પૃષ્ટચમ્પા ગામ બહાર --- ---
ચોમાસું ૫ ચાર માસી ભદ્રિકા ગામ બહાર --- ---
ચોમાસું ૬ ચાર માસી ભદ્રિકા ગામ બહાર --- ---
ચોમાસું ૭ ચાર માસી આલંભિકા ગામ બહાર --- ---
ચોમાસું ૮ વિવિધ અભિગ્રહો સાથે રાજગૃહ ગામ બહાર --- ---
ચોમાસું ૯ ચાર માસી વજભૂમિ ગામ બહાર --- ---
ચોમાસું ૧૦ વિવિધ તપયુક્ત શ્રાવસ્તી ગામ બહાર --- ---
ચોમાસું ૧૦ વિવિધ તપયુક્ત શ્રાવસ્તી ગામ બહાર --- ---
ચોમાસું ૧૦ વિવિધ તપયુક્ત શ્રાવસ્તી ગામ બહાર --- ---
ચોમાસાં બાદ ભદ્રા મહાભદ્ર અને ભદ્રા પ્રતિમા સાનૂલબ્ધિક સાનૂલબ્ધિક બહુલદાસીએ (આનંદના ઘરે) બિરંજથી (સાકર મિશ્રિત ભાત)
[બે ચાર અને દસ ઉપવાસથી] --- --- --- ---
ચોમાસાં બાદ ૬ મહિનાના ઉપવાસ (સંગમના કારણે) પેઢાલ --- વત્સપાલિકાએ(ગોવાલણ) ક્ષીરથી
ચોમાસું ૧૧ ચાર માસી વૈશાલી વૈશાલી દાસીના હાથે (અભિનવ શેઠના ઘરે) અડદ બાકુલાથી
ચોમાસાં બાદ ૫ મહિના-૨૫ દિવસ (અભિગ્રહના કારણે) કૌશામ્બી કૌશામ્બી ચંદનબાળાના હાથે (ધનાવહ શેઠને ત્યાં) અડદ બાકુલાથી
ચોમાસું ૧૨ ચાર માસી ચંપા ગામ બહાર --- ---
ચોમાસું १३ છટ્ઠ (બે ઉપવાસ) પાવાપુરી (નિર્વાણ સમયે) ગામ બહાર --- ---

 

 

 

 

પ્રભુની ભિષણ તપશ્ચર્યા

તપસાધનાનાં ૧૨II વર્ષ અને ૧૫ દિવસ દરમિયાન ભગવાન પલાંઠી વાળીને બેઠા કે સૂતા નથી. બને ત્યાં સુધી ઊભા ઊભા સાધના કરી છે. ક્યારેક બેઠા છે તો ઊભડક પગે.

* ૧૨ વર્ષ અને ૬II મહિનાના ૪૫૧૫ દિવસોમાં માત્ર ૩૪૯ દિવસ જ આહાર ગ્રહણ કર્યો હતો, બાકીના ૪૧૬૬ દિવસેા અન્નજલ વિનાના ઉપવાસવાળા હતા.

* પ્રમાદકાળ સાવ જ અલ્પ. આ સાધના દરમિયાન (લગભગ) મૌનાવસ્થાના સ્વીકાર.

* તે જ ભયમાં મોક્ષે જવાનું નિશ્ચિત છતાં બાહ્મતપ અતિ ઉગ્રકોટિનું આચર્યું, એ આચરીને બાહ્યતપની પણ મોક્ષના પુરુષાર્થ માટે અસાધારણ આવયકતા છે એના પ્રજાને સચોટ ખ્યાલ આપ્યો.

* પરિષહે। અને ઉપસર્ગો સહન કરવા પૂર્વકની ભગવાન મહાવીરની દીર્ધકાલીન તપશ્ચર્યાના કારણે જૈન અજૈન ગ્રન્થકારોએ તેમને 'દીર્ઘતપસ્વી' વિશેષણથી બિરદાવ્યા છે.

તપાચરણમાં જૈન સંઘની જેટે કોઈ સમાજ-સંપ્રદાય આવી શકે તેમ નથી. જૈન સંઘમાં બાળકથી માંડીને વૃદ્ધ સુધી, ઉત્સાહપૂર્વક થતી ઉપવાસાદિકની તપશ્ચર્યા એ જૈન સંઘનું ઝળહળતું એક અજોડ પ્રભાવક અંગ છે, અને એથી જ જૈનશાસન ગૌરવવંતુ છે.

* તપ કરવાનું ફરમાન અને તેનું મહત્ત્વ વૈદિક અને બૌદ્ધ ગ્રન્થોમાં અનેક સ્થળે મહત્ત્વપૂર્ણ રીતે જણાવ્યું છે. તફાવત એટલેા છે કે જૈનાએ ગંભીરતા અને વિવેકપૂર્વક એ તપને કિલષ્ટ સ્વરૂપે અને વ્યાપક પ્રમાણમાં અમલમાં મૂકી એ પરંપરાને અખંડ રીતે જાળવી રાખી છે.

 

વિશેષતા વાર
૬ મહિના ૧વાર
પાંચ મહિના પચીસ દિવસ ૧ વાર
ચાર મહિનાના ઉપવાસ ૯ વાર
૧૫ દિવસના ઉપવાસ ૭૨ વાર
૧૦ દિવસ (સર્વતોભદ્ર પ્રતિમા) ૧ વાર
૪ દિવસ (મહાભદ્ર પ્રતિમા) ૧ વાર
૩ મહિનાના ઉપવાસ ૨ વાર
૨ મહિના ૧૫ દિવસના ઉપવાસ ૨ વાર
૨ મહિનાના ઉપવાસ ૨ વાર
૧ મહિનો ૧૫ દિવસ ૨ વાર
૧ મહિનો (માસક્ષમણ) ૧૨ વાર
અઠ્ઠમ ૧૨
૩ દિવસની ભદ્ર પ્રતિમા ૨૨૯
આ બધા ઉપવાસો પ્રભુએ નિર્જળા..
ચોવિહારા કરેલ પારણાના દિવસો ૩૪૯

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.