ભગવાન મહાવીર વિશે માહિતી

Ep-6: ભગવાન મહાવીરને ક્યા વરસમાં ક્યાં, કેવા ઉપસર્ગોં થયેલા તેની નોંધ

નોંધ- જેણે માનવ જાતને સત્યનું દર્શન કરાવવુંહોય તેણે અન્તિમ કોટિનું મહાજ્ઞાન મેળવવું જ જેઈએ. કારણ કે એ વિના સત્યનું યથાર્થ દર્શન શક્ય નથી. કર્મોનાં આવરણોથી ઢંકાએલા જ્ઞાનનો મહાપ્રકાશ આત્મિક નિર્મળતા વિના પ્રગટ થતા નથી.

આ નિર્મળતા સંયમ અને તપની મહા સાધના વિના પ્રાપ્ત થતી નથી. આ એક નિર્વિવાદ હકીકત છે. એટલે જ નીર્થંકર થવાને જન્મેલા પરમપુરુષો યોગ્ય સમયે પ્રથમ ગૃહસ્થાકામને એટલે કે ઘર, કુટુંબ, પરિવાર અને અન્ય તમામ બાહ્ય પરિગ્રહને તજીને, પાપાશ્રાવાને સર્વથા રોકવા આજીવન સંયમ—દીક્ષા વ્રતને ગ્રહણ કરે છે. તેઓ પ્રાય: નિર્વસી અને મૌની બની ખુલ્લા શરીરે ટાઢ-તડકાની દરકાર કર્યા વિના ગામેગામ, નગરેનગર, વનેવન, જંગલેજંગલ વિચરે છે, શારીરિક ધર્મોની ઉપેક્ષા કરી 'देहदु:खं महाफलम' ના સૂત્રને સંપૂર્ણપણે અમલમાં મૂકે છે. સંયમ અને તપ વિના કદી કોઈના ઉદ્ધાર થયો નથી અને થતો પણ નથી, એ શાશ્વત સત્યનું આલંબન લઈ એની સાધનામાં મગ્ન બને છે. નિદ્રા, આરામને તિલાંજલિ આપે છે. વિહારમાં મોટા ભાગે તેઓશ્રી ચૈત્યો, ઉદ્યાનો, વનો વગેરે એકાંત સ્થાનોમાં એકાકી ખડેપગે—કાયોત્સર્ગ મુદ્રાએ ઊભા રહી વિવિધ પ્રકારના ધ્યાનમાં નિમગ્ન રહે છે.

સમ- ભાવમાં સ્થિર રહી, અનેક જન્મોપાર્જિત કર્મોની નિર્જરા—ક્ષય કરતા જાય છે. એ કર્મોને સંપૂર્ણ રીતે હઠાવવા પોતાની સાધનાને ભગવાન ઉત્તરોત્તર ઉગ્ર બનાવે છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ વગેરે પાપકર્મોથી વિરમેલા ભગવાન, ઇન્દ્રિયોની વિષયવાસનાઓ અને ક્રોધાદિ કયાયોનો રંગ રજ માત્ર રખેં લાગી ન જાય તે માટે પોતાનાં મન, વચન, કાયાને અપ્રમત્ત ભાવે પ્રવર્તાવે છે. ગમે તેવાં કષ્ટો, દુ:ખો, અપમાનો, અનાદરો, અગવડો અને વિવિધ પરિષહોને અદીન ભાવે સહન કરે છે.

એમની સાધનાયાત્રા દરમિયાન અસુરો, સુરો, મનુષ્યો કે પશુ- પક્ષીઓ દ્વારા થતા નાના-મોટા ઉપસર્ગો ઉપદ્રવાનું, વિરોધની લાગણી વિના—પ્રતિકારની લેશ માત્ર ભાવના સેવ્યા વિના હસતે મુખે સ્વાગત કરે છે. અને એમ કરતાં આત્મગુણોના ઘાતી કર્માવરણાનો સર્વથા ક્ષય કરી વીતરાગ અવસ્થાએ પહોંચીને કેવલજ્ઞાન (સર્વજ્ઞતા)ના મહાપ્રકાશને મેળવે છે. એ મળતાં પોતે કૃતકૃત્યતા અનુભવે છે. અને તે પછી પોતાના જ્ઞાનપ્રકાશ દ્વારા, વિશ્વને સુખ, શાંતિ અને કલ્યાણનો રાજમાર્ગ પ્રબોધે છે.
ભગવાન મહાવીરે પણ એ જ માર્ગે જ્ઞાનપ્રકાશ પ્રાપ્ત કર્યો હતો. એ પ્રકાશપ્રાપ્તિની સાધના દરમિયાન અસુરો, સુરો અને મનુષ્યો દ્વારા જે ઉપસર્ગો થયા તે કયા કયા અને કોણે કર્યા, તેની પ્રાપ્ય નોંધ અહીં આપી છે.

 

વર્ષ- १

સ્થળ: કુમારગામ

પ્રકાર: ગોવાળિયાનો

અસ્થિકગામ

શૂલપાણિનો

વર્ષ: ૨

સ્થળ: ઉત્તર વાચાલા પાસે

પ્રકાર: ચણ્ડકૌશિક સર્પનો

સુરભિપુર

સુદંષ્ટ્ર દેવનો

વર્ષ: ૪

સ્થળ: ચોરાક

પ્રકાર: કૂવામાં ઝબોળવું

વર્ષ: ૫

સ્થળ: કલંબુકા

પ્રકાર: મારીને દોરડે બાંધ્યા

લાઢ-રાઢની અનાર્ય ભૂમિના ઉપદ્રવો

વર્ષ: ૬

સ્થળ: કૂપિક સન્નિવેશ

પ્રકાર: માર અને ઘરપકડ

શાલિશીર્ષ

કટપુતનાં વ્યંતરીનો

વર્ષ: ૮

સ્થળ: લોહાગર્લ

પ્રકાર: મહાવીરની ઘરપકડ

વર્ષ: ૯

સ્થળ: અનાર્વ ગણાતિ પ્રણીત ભૂમિમાં લાઢ-રાઢથી ઓળખાતા પ્રદેશની વજ્ર શુદ્ધ ભૂમિ

પ્રકાર: માનવકૃત ક્રૂર ઉપસર્ગો

વર્ષ: ૧૧

સ્થળ: દૃઢના પેઢાલગામનું પોલાશ ચૈત્ય

પ્રકાર: સંગમના २० ઉપસર્ગો તોસલીમાં ફાંસીએ લટકવું વગેરે

વર્ષ: ૧૩

સ્થળ: ષણમાણી

પ્રકાર: ગોવાલ દ્વારા કાનમાં કાષ્ઠના ખીલા ઠોકવાનો તથા કાષ્ઠના ખીલા કાઢવાનો

 

 

  • ગોશાલાએ તેજોલેશ્યા મૂકી એ પણ ઉપસર્ગ જ હતો. પણ એ કેવલી અવસ્થામાં થયો તેથી તેને ગણતરીમાં ન લેતાં આર્યો ની ગણતરીમાં ગણ્યો છે.
  • ગોવાલિયાથી શરૂ થયેલા ઉપસગૅર્ગો ગોવાલિયા દ્વારા જ પૂર્ણાહુતિને પામ્યા. આ ઉપસર્ગો માનવીથી શરૂ થયા અને માનવીથી પૂર્ણ થયા. યોગાનુયોગ બન્નેનાં સ્થાન, સમય, નિમિત્ત સમાન હતાં. મોટા ઉપસર્ગો સૂર્યાસ્ત પછી જ થયા છે, અને એમ હોવુ એ સ્વાભાવિક પણ હતું.
  • ભગવાનના શરીરના સાંધાનાં અસ્થિઓનું બંધારણ અસાધારણ રીતે મજબૂત હોય છે. શાસ્ત્રમાં જીવોના શરીરના સાંધાની અસ્થિરચનાના બંધારણનો જુદા: જુદા યુગને આશ્રીને છ પ્રકારો બતાવ્યા છે. તે પૈકી આ પહેલા પ્રકાર છે, જેને શાસ્ત્રો 'વજ્રૠષભનારાચ સંઘષણ' ના નામથી ઓળખાવે છે.
  • વર્તમાન યુગના જીવો છેલ્લામાં છેલ્લા પ્રકારની તદ્દન નબળી અસ્થિરચના ધરાવે છે.
  • ૧૨II વર્ષ સુધી અહોરાત અવિરત ધ્યાનપૂર્વકની સાધના બહુધા ઊભા ઊભા કરી હતી. પલાંઠી વાળીને તો બેઠા જ ન હતા. નિદ્રારૂપ પ્રમાદનો સરવાલો બધો ભેગો કરતાં ૧૨II વર્ષ દરમિયાન માત્ર બે ઘડી [૪૮ મિનિટનો] જ હતો. કેવી પ્રચંડ સાધના! ખરેખર! આ ઘડીભર સ્તબ્ધ બનાવી દે તેવી ઘટના છે.

 

 

તે ભૂમિઓકે જ્યાં પ્રભુજી પર મોટા ઉપસર્ગો થયા હતા

 

ઉપસર્ગો પ્રાચીન નામ વર્તમાન નામ
શકેન્દ્ર અટકાવેલો ગોવાળીયા દ્વારા થતો ઉપસર્ગ કુર્મારગ્રામ કુમાર (શવે.)/ ક્રમન છપરા (દિ.)
શૂલપાણિયક્ષ દ્વારા ઉપસર્ગ અસ્થિકગ્રામ બર્ધ, બર્ધમાન / મંગલકોટ, બર્ધમાન
ચંડકીશિક દ્વારા ઉપસર્ગ કનકખલ આશ્રમ જોગી પહાડી, ઉપકા
અનાર્ય ભૂમિઓમાં ઉપસર્ગ રાઢ પ્રદેશ બિરભૂમ જિલ્લો
સુંદષ્ટ/ સુદાઢ દેવ દ્વારા ઉપસર્ગ (ગંગા) સુરભિપુર નીમતીતા
જાસૂસ હોવાના સંદેહથી પ્રભુ શ્રીવીર તથા ગોશાળાને જ્યાં બંદીવાન બનાવ્યા હતા (૧) ચોરાક ગ્રામ ચોરેયા / ચોરિયા
જાસૂસ હોવાના સંદેહથી પ્રભુ શ્રીવીર તથા ગોશાળાને જ્યાં બંદીવાન બનાવ્યા હતા (૨) કૃપિકા ખલીલાબાદ, રગડગંજ
ગોશાળા દ્વારા કરાયેલો તેજોલેશ્યાનો ઉપસર્ગ શ્રાવસ્તી શ્રાવસ્તી
વટવૃક્ષનીચે અગ્નિ લાગવાથી પ્રભુના ચરણમાં ઇજા થઇ હરિદ્રુ/હલીદુગ્ગ ?
કાલહસ્તી દ્વારા જ્યાં પ્રભુ શ્રીવીરને તથા ગોશાળાને બંદીવાન બનાવ્યા હતા કલંબુક સન્નિવેશ ?
પ્રભુ વીરને ચોરો દ્વારા કરાયેલો ઉપસર્ગ પૂર્ણકળશ ?
શક્રેન્દ્રે લુહારને પ્રભુ પર ઉપસર્ગ કરતા અટકાવ્યો વિશાલાપુરી વૈશાલી
કટપુતનાદેવી દ્વારા કરાયેલો ઉપસર્ગ શાલિશીર્ષ ?
શલાર્ય નામક વ્યંતરે જ્યાં ઉપસર્ગ કર્યો હતો બહુશાલ ?
જ્યાં જિતશત્રુ રાજાના સૈનિકો દ્વારા પ્રભુજી તથા ગોશાળાને દુશ્મનના ગુપ્તચર સમજીને બંદીવાન બનાવવામાં આવ્યા હતા લોહારગલ્લ લોહારડાગા
સંગમદેવ દ્વારા ઉપસર્ગ પેઢાલગ્રામ ?
જ્યાં પ્રભુ શ્રીવીરને લૂંટારા સમજીને ઉપદ્રવ કરવામાં આવ્યો હતો મોસાલી ?
મહેન્દ્ર દ્વારા ઉપસર્ગ ભોગપુર ભોજપુર
ભયાલ વણિક દ્વારા ઉપસર્ગ પાલક ?
કાનમાં ખિલ્લા ઠોક્યાંનો ઉપસર્ગ છમ્માણિ ગ્રામ છમ્મન / જરેયા

 

 

પ્રભુ મહાવીરને થયેલા ઉપસર્ગો

 

ક્રમ નામ ગામ ઉપસર્ગનો પ્રકાર પ્રભુનો દીક્ષાપર્યાય
ગોવાળિયાનો કુમારગ્રામમાં પોતાના બળદ ન દેખાતા પ્રભુને મારવા દોડયો 1
પુષ્પ સામુદ્રિક ગંગાનદીના તીરે સામુદ્રિક શાસ્ત્ર ઉપર ખેદ કરવા સ્વરૂપે 1
શૂલપાણિ યક્ષ અસ્થિક ગ્રામ યક્ષના મંદિરમાં ભયંકર ઉપસર્ગો 1
ચંડકૌશિક શ્વેતાંબીનગરીમાં ભયંકર ડંશ સ્વરૂપે 2
સુદંષ્ટ્રદેવ સુરભિપુર નાવ ડૂબાડવા રૂપે 2
હરિદ્રવૃક્ષ હરિદ્ર પ્રવાસી દ્વારા અગ્નિ પ્રગટાવવા સ્વરૂપે 5
ચોર પૂર્ણકળશ તલવાર મારવા રૂપે 5
લુહાર વૈશાલી હથિયાર દ્વારા 6
કટપૂતનાવ્યંતરી શાલીશીર્ષ શીતજલ છંટકાવ 6
૧૦ શાલાર્યા વ્યંતરી બહુશાલ ઉપસર્ગ દ્વારા 8
૧૧ મ્લેચ્છો વજ્રભૂમિ અનેક પ્રકારે વિડંબના 9
૧૨ સંગમદેવ દૃઢભૂમિ એક રાત્રિમાં ભયંકર ૨૦ ઉપસર્ગો 11
૧૩ ગોવાલિયો ષન્માની કાનમાં ખીલા નાખવા દ્વારા 12
૧૪ ખરકવૈધ અપાપાપુરી કાનમાંથી ખીલા કાઢવા સ્વરૂપે 12
૧૫ ગોશાળો શ્રાવસ્તી તેજો લેશ્યા કેવલજ્ઞાન બાદ...

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.