Ep-12: ભગવાન શ્રી વર્ધમાન-મહાવીરનાં મુખ્ય વિવિધ નામો
વર્ધમાન | માતાપિતાએ પાડેલું |
મહાવીર | દેવોએ પાડેલું |
શાતનન્દન | જ્ઞાતકુલોત્પન્ન હોવાથી |
નિર્ગ્રંથ | મુનિ (રાગદ્વેષની ગ્રન્થિના ભેદક હોવાથી) |
શ્રમણ | સાધુ (તપશ્ચર્યાં કરવાની મહાન શકિતના કારણે) |
દેવાર્ય | લોકોએ પાડેલું |
• ભગવાનનાં 'વિદેહ' (કલ્પ સૂ. ૧૧૦) અને ‘વૈજ્શાલિક’ (સુત્રકૃતાંગટીકા) એવા અન્ય યોગિક નામો મળે છે.
• બૌદ્ધ ગ્રન્થકારોએ મહાવીર માટે निगण्ठ, नाटपुत्त, नातपुत्त, णायपुत्त આદિ શબ્દો વાપર્યા છે.
• અન્ય ગ્રન્થકારોએ ભગવાનને વિવિધ નામોથી ઓળખાવ્યા છે એમ છતાં ભગવાન દેવકૃત ‘મહાવીર’ નામથી જ સુવિખ્યાત થયા.