Ep-2: શ્રી ઋજુબાલુકા તીર્થ
[પુરાતન ક્ષેત્ર, કલ્યાણક ભૂમિ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, ચતુર્મુખ ચરણ પાદુકાઓ, શ્વેત વર્ણ, લગભગ ૧૫ સેં.મી. (શ્વેતાંબર મંદિર)
તીર્થ સ્થળ: બરાકર ગામની નજીક બરાકર નદીના તટ પર
પ્રાચીનતા: આજની બરાકર નદી પ્રાચીનકાળમાં ઋજુબાલુકા નદી કહેવાતી. શ્વેતાંબર શાસ્ત્રાનુસાર ભગવાન મહાવીરે જંબીય ગામની બહાર વ્યાવૃત્તવૈત્ય નજીક ઋજુબાલુકા નદીના તટ પર શ્યામક ખેડુતના ખેતરમાં શાલિવૃક્ષ નીચે વૈશાખ સુદ ૧૦ના રોજ પાછલી ઘટિકાઓમાં વિજયમુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તત્કાલ ઇન્દ્રાદીદેવોએ સમવસરણની રચનાકરી | વૃત ગ્રહણાદિ લાભનો અભાવ જાનતા છતા પણ પ્રભુએ કલ્પ આચારને પાલન માટે ક્ષણમર ઘર્મોપદેશના દીધી | આ પ્રથમ દેશના નિષ્ફલ થઈ, જેને આશ્યર્યક (અછેરા) માન્વામાં આવ્યુ છે.
આજે જનક નામનું ગામ અહીંથી ૪ કિ.મી. છે. ત્યાં શાંલવૃક્ષયુક્ત ગાઢ જંગલ પણ છે. જનક ગામનું અસલ નામ જંભીય ગામ પણ કહેવાય છે. એક મત અનુસાર રાજગિરિથી પદ કિ.મી. દૂર વર્તમાન જમુઈ ગામ છે એ જ જંભીય. તેની નજીકની કવીલ નદી એ જ ઋજુબાલુકા પણ હજુ સુધી કોઈ પ્રમાણ સરખુ મળ્યું નથી.
વિક્રમની સોળમી સદીમાં પં. શ્રી હંસસોમવિજયજી, સત્તરમી સદીમાં પં. શ્રી વિજયસાગર વિજયજી અને પં. શ્રી જયવિજયજી, અઢારમી સદીમાં શ્રી સૌભાગ્ય વિજયજીએ પોતાની તીર્થમાળાઓમાં અહીંનું વર્ણન કર્યું છે.
આ તીર્થ માળાઓમાં ગામનાં નામ, નદી વગેરે નામોમાં કોઈ મતભેદ નથી. માત્ર અંતર જુદાં જુદાં બતાવ્યાં છે. બની શકે કે સમય સમયે રસ્તો બદલાઈ જવાથી અંતરમાં ફરક પડી જાય એટલે સદીઓથી માનીએ છીએ તેમ જ આ સ્થાન પર ભગવાનને કેવળજ્ઞાન થયું એમ માનવું જ ઉચિત છે.
અહીંનો અંતિમ જીર્ણોદ્ધાર વિ.સાં. ૧૯૩૦માં થયાનો ઉલ્લેખ શિલાલેખોમાં ઉત્કીર્ણ છે.
કલા અને સૌદર્ય: નદીના તટ પર આવેલા મંદિરનું દૃશ્ય ઘણું જ રોચક છે. મંદિરની નિર્માણ શૈલી પણ ઘણી સુંદર છે. આ જ નદીમાં ભગવાન મહાવીરની એક પ્રાચીન પ્રતિમા પ્રાપ્ત થઈ હતી, જેની કલા અતિ સુંદર છે. એ પ્રતિમા મંદિરમાં બિરાજમાન છે.
માર્ગદર્શન: નજીકના રેલ્વે સ્ટેશન ગિરડિહ ૧૨ કિ.મી. છે આ સ્થળ ગિરડિહ - મધુબન (સમ્મેતશિખર) માર્ગ પર આવેલ છે. ગિરડિહથી બસ તથા ટેકસીની સગવડતા છે. મધુબનથી આ સ્થળ ૧૮ કિ.મી. દૂર છે. મંદિર સુધી બસ તથા કાર જઈ શકે છે.

સગવડતા: રહેવા માટે ઘર્મશાળા છે. અહીં પાણી તથા વિજળીની સગવડતા છે.
પેઢી: શ્રી જૈન શ્વેતાંબર સોસાયટી - બરાકર, પોસ્ટ : બંદરકુપી - ૮૨૫ ૧૦૮ જિલ્લો : ગિરડિહ, પ્રાંત : બિહાર ફોન નં. ૦૮૭૩૬-૨૪૩૫૧
વિશિષ્ટતા: ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનની બાર વર્ષની ઘોર તપશ્વર્યા તેમ જ કેવળજ્ઞાનની પ્રાપ્તિને લીધે અહીંનો પ્રત્યેક પરમાણુ પવિત્ર બનેલો છે. તેની મહાનતા અવર્ણનીય છે.
બીજા મંદિરો: હાલમાં આ સિવાય બીજું કોઈ મંદિર નથી.