Ep-34: શ્રી પાનસર તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધા, ચમત્કારિક ક્ષેત્ર અથવા મુનિયોની તપોભૂમિ,પંચતીર્થી, ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, લગભગ ૯૧ સે.મી. (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: પાનસર ગામની પાસે
પ્રાચીનતા: અહીંની કલાકૃતિઓનું અવલોકન કરવાથી આ તીર્થની પ્રાચીનતા સિદ્ધ થાય છે. ભગવાન મહાવીરની શાંત, સુંદર તથા ચમત્કારિક આ પ્રાચીન પ્રતિમા વિ.સં. ૧૯૬૬ શ્રાવણ સુદ નવમી રવિવારના દિવસે અહીંના રાવળ શ્રી જલાતેજાને ત્યાં પ્રગટ થઈ હતી. એક ભવ્ય મંદિર નિર્માણ કરીને વિ.સં. ૧૯૭૪ વૈશાખ સુદ છઠના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ વિ.સં. ૧૯૯૧માં બીજી પાંચ પ્રતિમાઓ અહીં જમીનમાંથી મળી આવી હતી. તેથી એ સિદ્ધ થાય છે કે અહીંયા પહેલાં અનેક જૈન મંદિરો રહેલાં હશે.
વિશિષ્ટતા: ચરમ તીર્થંકર પ્રભુવીરની જમીનમાંથી ચમત્કારિક પ્રતિમાનું પ્રાગટ્ય થતાં જ કહેવાય છે કે અહીંયાં અનેક ચમત્કારો થવા લાગ્યા, જેથી હંમેશા હજારો યાત્રાળુઓની મેદની રહેવા લાગી. મંદિરમાં પ્રતિષ્ઠા કરતાં પહેલાં પ્રતિમાજીને અહીંના બીજી મંદિરમાં વિરાજીત કરવામાં આવી હતી.
બીજા મંદિરો: આ ગામમાં બીજું એક મંદિર છે. જયાંના મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાન છે. આ મૂર્તિ પણ પ્રાચીન છે.
કલા અને સૌંદર્ય: આ મંદિર અને ધર્મનાથ ભગવાનના મંદિરમાં જમીનમાંથી પ્રાપ્ત થયેલી બીજી પ્રતિમાઓ પણ સ્થાપિત છે, જેની કલા પણ દર્શનીય છે.
માર્ગદર્શન: તીર્થ સ્થાનની નજીક જ પાનસર રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન અમદાવાદ-મહેસાણા માર્ગ પર આવેલ છે. અમદાવાદ- મહેસાણા સડક માર્ગ પર કલોલથી ૭ કિ.મી. દૂર છે.
મંદિર સુધી બસ તથા કાર જઈ શકે છે. અહીંથી મહેસાણા ૪૦ કિ.મી. શેરીશા તીર્થ ૧૪ કિ.મી., મહુડી ૫૫ કિ.મી. તથા અમદાવાદ ૪૦ કિ.મી. દૂર છે.
સગવડતા: રહેવા માટે એક વિશાળ ધર્મશાળા છે. અહીં વીજળી, પાણી, વાસણ, ગાદલાં-ગોદડાં તથા ભોજનશાળાની સગવડતા છે.

પેઢી: શ્રી પાનસર મહાવીરસ્વામીજી જૈન દેરાસર ટ્રસ્ટ, પોસ્ટ : પાનસર સર ૩૮૨ ૭૪૦, તાલુકો : કાલોલ, જીલ્લો : ગાંધીનગર, પ્રાંત : ગુજરાત. ફોન : ૦૨૭૬૪-૮૮૨૪૦.