Ep-17: શ્રી પિન્ડવાડા તીર્થ
[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુક્ત, કલાત્મક ]
તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ (શ્વે. મંદિર)
તીર્થસ્થળ: પિન્ડવાડા ગામના મંદિર વિસ્તારમાં,
પ્રાચીનતા: આનું પ્રાચીન નામ પિંડરવાટક હોવાનો ઉલ્લેખ મળે છે. વિશ્વવિખ્યાત રાણકપુર મંદિરનાં નિર્માતા શ્રી ઘરણાશાહના પિતા ધનાઢય શ્રેષ્ઠ શ્રી કુંવરપાલ તથા મંત્રીશ્વર લીંબા દ્વારા સં. ૧૪૬૫ના ફાગણ સુદ પડવાના દિવસે આ મંદિરનો ઉદ્ધાર કર્યાનો ઉલ્લેખ આ મંદિરનાં નવચોકીની દિવાલ પર અંક્તિ છે.
સં. ૧૪૬૯નાં મહા સુદ છઠ્ઠના શુભ દિને શ્રી રત્નાશાહ અને ઘરણાશાહ દ્વારા આ મંદિરમાં એક પ્રતિમા પ્રતિષ્ઠિત કર્યાનો અને અધૂરા કાર્ય પૂર્ણ કરવાનો ઉલ્લેખ છે. સં. ૧૪૯૬માં આજ ભાતાઓ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર થયાનો ઉલ્લેખ મળે છે. આ જ મંદિરમાં એક પ્રતિમા પર સં. ૧૨૨૯નો લેખ ઉત્કીર્ણ છે. માનવામાં આવે છે કે આ તીર્થ વિક્રમની બારમી સદી પહેલાનું હશે.
વિશિષ્ટતા: વસંતગઢ ભંગ થયા પછી ત્યાંથી લાવવામાં આવેલી પ્રાચીન ગુપ્તકાલીન અદ્વિતીય કલાત્મક ધાતુની પ્રતિમાઓનાં દર્શનનો લાભ અહીં મળી. શકે છે. આ પ્રતિમાઓ સાતમી આઠમી સદીની છે. ગૂઢમંડપમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં બે ભવ્ય ધાતુ પ્રતિમાઓ છે. જેમાંની એક પ્રતિમા પર સં. ૭૪૪નો લેખ ઉત્કીર્ણ છે. દર વર્ષે વૈશાખ સુદ છઠના રોજ ધજા ચઢે છે.
બીજા મંદિરો: હાલમાં આ સિવાય બીજાં યાર મંદિરો છે.
કલા અને સૌંદર્ય: મંદિર નિર્માણનું કાર્ય અતિ સુંદર તો છે જ, પણ સાથે સાથે ગુપ્તકાલીન પ્રાચીન પ્રતિમાઓની કલા અજોડ છે. જાતજાતની કલાપૂર્ણ પ્રાચીન ધાતુ પ્રતિમાઓ ખરેખર દર્શનીય છે. આવી પ્રતિમાઓ બીજે જોવી દર્લભ છે. તેમનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. ભક્તજનો આ દર્શનનો લાભ ન ચૂકે.

માર્ગદર્શન: આ સ્થાન માઉન્ટ આબુથી ૭૫ કિ.મી., આબૂ રોડથી ૫૦ કિ.મી., દિયાણા તીર્થથી ૧૪ કિ.મી., બામનવાડજી તીર્થથી ૮ કિ.મી. તથા અજીરી તીર્થથી ૩ કિ.મી. દૂર છે. અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન સિરોહી રોડ માત્ર ૮ કિ.મી. દૂર છે. ત્યાંથી ટેકસી તથા ઓટોની સગવડતા છે. અહીંનું બસ સ્ટેન્ડ મંદિરથી લગભગ ૨૦૦ મીટર દૂર છે. મંદિર સુધી કાર જઈ શકે છે. રસ્તો સાંકડો હોવાને કારણે બસ ૨૦૦ મીટર દૂર ઉભી રાખવી પડે છે.
સગવડતા: રહેવા માટે સ્ટેશનની સામે એક ધર્મશાળા છે તથા ગામમાં એક બીજી દરેક પ્રકારની સગવડતાવાળી વિશાળ ધર્મશાળા છે. અહીં ભોજનશાળાની વ્યવસ્થા પણ છે.
પેઢી: શ્રી કલ્યાણજી શોભાચંદજી જૈન શ્વેતાંબર પેઢી, જૈન મંદિર માર્ગ, પોસ્ટ પિંડવાડા - ૩૦૭૦૨૨,
જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન, ફોન : ૦૨૯૭૧- ૨૦૦૨૮.