ભારતમાં ભગવાન મહાવીર ના પ્રાચીન તીર્થસ્થાનો

Ep-21: શ્રી ભિનમાલ તીર્થ

Blog post image

[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુક્ત ]


તીર્થાધિરાજ: શ્રી પાર્શ્વનાથ ભગવાન, પદ્માસનસ્થ, સુવર્ણ વર્ણ, પંચધાતુની બનેલી (શ્વે. મંદિર)

તીર્થસ્થળ: ભિનમાલ શહેરની વચ્ચે શેઠવાડામાં


bhinmal.jpg

પ્રાચીનતા: ગુજરાતની પ્રાચીન રાજધાનીનું મુખ્ય તગર આ ભિનમાલ એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ હતું. આ નગર કોણે વસાવ્યું હતું તેનો ઈતિહાસ મળતો નથી. પૌરાણિક કથાઓ અનુસાર આનું સત્યયુગમાં શ્રીમાલ, ત્રેતાયુગમાં રત્નમાલ, દ્વાપર યુગમાં પુષ્પમાલ અને કલિયુગમાં બિનમાલ નામ હતું. આ નગરીની અનેક વખત ચઢતી પડતી થઈ છે.

જૈન મંદિરના એક ખંડેરમાં વિ.સં. ૧૩૩૩નો શિલાલેખ મળે છે. જેમાં શ્રી મહાવીર ભગવાન અહીંયા વિચરયા હતા એમ લખેલું છે. આએક મહાન સંશોધનનું કાર્ય છે, કારણકે ઠેર ઠેર વીરપ્રભુ અહીંયા વિચરયા હતા એવા પ્રાચીન ઉલ્લેખ મળી આવે છે. સંશોધકો આ તરફ ધ્યાન આપે તો ઐતિહાસિક પ્રમાણો મળી શકે તેમ છે.

વિક્રમની પહેલી સદીમાં આચાર્ય શ્રી વજ્રસ્વામીએ શ્રીમાલ (ભિનમાલ) તરફ વિહાર કર્યો હતો એવો ઉલ્લેખ મળે છે.

એક જૈન પટ્ઠાવલી અનુસાર વીર નિર્વાણ સં. ૭૦ની આસપાસ શ્રી રત્નપ્રભુસૂરિજીના સમયમાં શ્રીમાલ નગરના રાજકુમાર શ્રી સુંદર તથા મંત્રી શ્રી ઉહડે અહીંથી જઈને ઓસિયાં નગરી વસાવી હતી, જયાં શ્રીમાલના અનેક કુટુંબો જઈને વસ્યાં હતાં. એક મત અનુસાર શ્રીમાલના રાજા દેશલે જયારે ઘનાઢ્યોને કિલ્લામાં વસવાની અનુમતી આપી ત્યારે બીજા લોકો અસંતુષ્ઠ થઈને દેશલના પુત્ર જયચંદ્રની સાથે વિ.સં. ૨૨૩માં ઓસિયાં જઈને વસ્યા હતા. આનાથી આ સિદ્ધ થાય છે કે એ સમયે ઓસિયાઁ નગરી હતી ત્યારે જ તે લોકો ત્યાં જઈ બસી ક્યા.

એક જમાનામાં આ નગરીનો ઘેરાવો ૬૪ કિ.મી. હતો. કિલ્લામે ૮૪ દરવાજા હતા. તેમાં કરોડપતિ ૮૪ શ્રાવકોનાં, ૬૪ શ્રીમાલ બ્રાહ્મણોના તથા ૮ પ્રાગ્યટ બ્રાહ્મણોનાં ઘર હતાં. સેંકડો શિખરબદ્ધ મંદિરોથી આ નગરી શોભી રહી હતી.

શ્રી જિનદાસગણિએ વિ.સં. ૭૩૩માં રચેલા 'નિશીથ ચૂર્ણિ' માં સાતમી, આહમી સદી પહેલાં આ નગરી ખૂબ જ સમૃદ્ધશાળી તથા શ્રાવકોની વિપુલ વસ્તી તથા અનેક જૈન મંદિરો ધરાવતી હોવાનો ઉલ્લેખ છે.

શ્રી ઉદ્યોતનસૂરિજીએ વિ.સં. ૮૩૫માં રચેલા કુવલયમાળા ગ્રંથમાં શ્રી શિવચંદ્રગણી વિહાર કરતાં કરતાં જિનવંદનાર્થે અહીંયા પધારેલા તથા ખૂબ જ પ્રભાવિત થઈ, પ્રભુચરણોમાં અહીંયા જ રોકાઈ ગયા એવો ઉલ્લેખ છે.

સાતમી સદીથી દશમી સદી સુધીમાં હંમેશા બધા જ પ્રભાવશાળી આચાર્ય ભગવંતોએ અહીંયા પદાર્પણ કરીને આ પ્રદેશને પવિત્ર તેમ જ સ્મણીય બનાવ્યો છે તથા અનેક અણમોલ જૈન સાહિત્યની રચના કરી અમૂલ્ય ખજાનાને મૂડી ગયા છે, જે આજે ઈતિહાસકારો તથા શોધકો માટે એક અમૂલ્ય સામગ્રી આપી રહેલ છે.

લગભગ દશમી અગિયારમી સદીમાં આ નગરમાંથી ૧૮૦૦૦ શ્રીમાળ શ્રાવકો ગુજરાતમાં જઈ તેની નવી રાજધાની પાટણ અને તેની આસપાસના પ્રદેશમાં વસ્યા હતા, જેમાં મંત્રી વિમળશાહના પૂર્વજ શ્રેષ્ઠી શ્રી નાના પણ હતા.

નિકોલસ ઉપલેટ નામનો અંગ્રેજ વેપારી ઈ.સ. ૧૬૧૧માં અહીંયા આવ્યો હતો, તે વખત શહેરના કિલ્લાનો ઘેરાવાનો વિસ્તાર ૫૮ કિ.મી. હતો તેવા ઉલ્લેખ છે. આજે પણ ૮ કિ.મી. દૂર ઉત્તર તરફ જાલોરી દરવાજો, પશ્વિચમ તરફ સાંચોરી દરવાજો, પૂર્વ તરફ કાર્ય દરવાજો, દક્ષિણ તરફ લક્ષ્મી દરવાજો છે. વિસ્તારમાં આવેલી ઊંચી ટેકરીઓ ઉપર પ્રાચીન ઈંટો, કોરણીદાર સ્તંભો, મંદિરના કોરણીદાર પથ્થરોના ખંડેરો અસંખ્ય પ્રમાણમાં જોવા મળે છે. આજે અહીંયા કુલ ૧૧ મંદિરો છે, જેમાં આ મંદિર પ્રાચીન અને મુખ્ય મનાય છે. પ્રતિમાજીના પરિકર પર સં. ૧૦૧૧નો લેખ ઉત્કીર્ણ છે. આ પ્રતિમાજી ભૂગર્ભમાંથી પ્રાપ્ત થઈ હતી.

શિલાલેખોથી પ્રતીત થાય છે કે ભૂગર્ભમાંથી મળી આવેલી આ અને બીજી પ્રતિમાઓ જાલોરમાં ગજનીખાનને આધીન હતી. પરંતુ તે આ પ્રભુ પ્રતિમાઓને રાખવાથી માનસિક કલેશનો અનુભવ કરી રહ્યો હતો. છેવટે તેણે પ્રતિમાઓને શ્રી સંઘને પાછી સોંપી, સંઘવી શ્રી વરજંગ છેઠે ભવ્ય મંદિર બંધાવી વિ.સ. ૧૬૬૨માં સ્થાપના કરાવી. આ અવસરે ગઝનીખાને પણ ૧૬ સુવર્ણ કળશ ચઢાવ્યા હતા તેવો ઉલ્લેખ શ્રી પુણ્યકમલમુનિ રચિત "ભિનમાલ સ્તવન" માં છે.

વિશિષ્ટતા # પૌરાણિક કથાઓમાં પણ આ નગરીને મોટું મહત્વ અપાયું છે. ભગવાન મહાવીર અહીં વિચર્યા હતા એવો ઉલ્લેખ મળે છે. પહેલી સદીમાં આચાર્ય શ્રી વ્રજસ્વામી અહીં દર્શનાર્થે પધાર્યા હતા. શ્રી ઉહડ મંત્રી અને રાજકુમાર સુન્દર આ નગરીથી જઈને ઓસિયાં નગરી વસાવી હતી. પછી અહીંના રાજા દેથલાના પુત્ર જયચંદ અને અન્ય લોકો પણ ઓસિયાઁ જઈને વસ્યા.

'શિશુપાલવધ' મહાકાવ્ય રચનાર કવિ શ્રી મેઘની જન્મભૂમિ પણ આજ છે. બ્રહ્મગુપ્ત જયોતિષે 'સ્કૂટઆર્યસિદ્ધાંત' ગ્રંથની રચના અહીંયા જ સાતમી સદીમાં કરી હતી. વિક્રમની આઠમી સદીમાં અહીં કુળગુરુઓની સ્થાપના થઈ ત્યારે ૮૪ ગચ્છોના સમર્થ આચાર્ય ભગવંત અહીં બિરાજમાન હતા.

શંખેશ્વરગચ્છના આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિજીએ વિ.સં. ૭૯૧માં પ્રાગ્વટ બ્રાહ્મણોને તથા શ્રીમાલ બ્રાહ્મણોને અહીંયા જૈન બનાવ્યા હતા.

આચાર્ય શ્રી ધર્માવલમ્બી સિદ્ધર્ષિજીએ વિશાળકાય "ઉપમિતિભવ પ્રપંચ કથા " ની રચના વિ.સં. ૯૯૨માં અહીંયા કરી હતી.

આચાર્ય શ્રી વીરગણિની જન્મભૂમિ પણ આ જ છે, જેઓ પ્રખ્યાત પંડિત હતા. તેમણે ગુર્જર નરેશ ચામુંડરાયને પોતાની અલૌકિક શક્તિથી પ્રભાવિત કર્યા હતા.

મંત્રી શ્રી વિમળશાહના પૂર્વજો અહીંના હતા, તેમ જ ૧૮૦૦૦ શ્રીમાળ શ્રાવકોએ અહીંથી પાટણ જઈને સત્તા તથા સન્માન મેળવ્યા હતા.

શ્રી સિદ્ધસેનસૂરિજીએ 'સકળ તીર્થ સ્તોત્ર' માં આ તીર્થની વ્યાખ્યા કરી છે. આ તીર્થની કીર્તિ વધારવાવાળા અનેક ઉદાહરણો છે, જેમનો અહીંયા શબ્દોમાં ઉલ્લેખ કરવો અશક્ય છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમાએ ધજા ચઢાવાય છે.

બીજા મંદિરો: આના સિવાય ગામમાં ૧૫ મંદિરો છે. મોટા ભાગના મંદિરો ૧૪મી થી ૧૮મી સદીનાં છે. તેમાંનું ગાંધીમુતાવાસમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિજીના સુહસ્તે વિ.સં. ૧૬૩૪માં થઈ હતી.

કલા અને સૌંદર્ય: આખું શહેર કલાપૂર્ણ અવશેષોના ખંડેરોથી ભરેલું છે. દરેક મંદિરમાં કેટલીયે પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ છે.

માર્ગદર્શન: અહીંનું ભિનમાલ રેલ્વે સ્ટેશન ૧ કિ.મી. દૂર છે. ગામનાં બસ સ્ટેન્ડથી મંદિર ૧ કિ.મી. દૂર છે. મંદિર સુધી પાકો રસ્તો છે. જાલોર, સિરોહી તથા જોધપુર વગેરે સ્થાનો થી સીધી બસ સેવા છે. આ સ્થાન જાલોરથી માંડોલી, રામસેન થઈને લગભગ ૭૦ કિ.મી. દૂર છે. અહીંથી માંડોલી ૩૦ કિ.મી. તથા ભાંડવપુર તીર્થ લગભગ ૫૦ કિ.મી. દૂર છે.

સગવડતા: રહેવા માટે બે ધર્મશાળા છે. (નજીકના મહાવીરજી મંદિર તથા કીર્તિ સ્તંભમાં) અહીં વીજળી, પાણી, વાસણ, ગાદલાં-ગોદડાં તથા ભોજનશાળાની સગવડતા છે.


bhinmal3.jpg

પેઢી: શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તપગચ્છીય ટ્રસ્ટ, હાથીઓની પોળ, પોસ્ટ ભિનમાલ ૩૪૩ ૦૨૯, જીલ્લો : જાલોર, પ્રાંત : રાજસ્થાન. ફોન : ૦૨૯૬૯- ૨૧૧૯૦

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.