Ep-12: ભોગીલાલ જ. સાંડેસરા
ભગવાન મહાવીરનો જીવનસંદેશ તેમના સમયમા જેટલો વ્યક્તિ અને સમષ્ટિની જરૂરિયાતોની પૂર્તિ કરનારો હતો, તેટલો બલ્કે તેનાથી ૫ વિશેષ આજના યુગમા છે. જગતભરમાં જ્યારે વિવિધ સ્વરૂપે હિંસા અને અસહિષ્ણુવાદનો ફેલાવો થતો દેખાય છે અને અનુભવાય છે, એ સમયે ભગવાન મહાવીરનાં જીવનકાર્યસ્મરણ, મનન અને તેનો સમસ્ત માનવ સમાજમાં પ્રચાર કરવાનો પુરુષાર્થ કરીએ, એ સર્વ રીતે ઉચિત છે.