Ep-5: મહાવીરસ્વામી હલાર્ડુ
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે…. ગાવે હાલો હાલો હાલરવાણા ગીત, સોનારુપાને વળી રતણે જડિયું પારણું… રેશમ દોરી ઘૂઘરી વાગે છુમ છુમ રિત… હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧॥
જિનજી પાર્શ્વ પ્રભુતા વર્ષ અઢીસે અંતરે, હોંસે ચોવિસમો તીર્થંકર જિન પરિમાણ, કેતી સ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી થઈ તેમારા અમૃત વાણ….. હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૨॥
ચૌદ સ્વપ્ને હોબે ચક્રિ કે જિનરાજ, વિત્યા બાબે ચક્રી નહીં હોબે ચક્રીરાજ, જિનજી પાર્ષ્વ પ્રભુના શ્રી કેશી ગણધાર, તેને વચન જાણ્યા ચોવિસમા જિનરાજ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૩॥
મ્હારી કુખે આવીયા ત્રણ ભૂવન શિરતાજ, મ્હારી કુખે આવીયા તરણ તરણ જહાજ, મ્હારી કુખે આવીયા સંગ તીરથની લાજ, હું તો પુણ્ય પનોતી ઈન્દ્રાણી થઈ આજ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૪॥
મુજને દોહલૂ ઉપન્યો બેસું ગજ અંબાડિયા, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય, તે સહુ લક્ષણ મુજને નંદન તમારી તેજના, તે દિવસ સંભારુને આનંદ અંગ ન માય, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૫॥
કર્તલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ, નંદન જામણી જાંઘે લાંછન સિંહ બિરાજતો, મેં તો પહેલા સ્વપ્ને નોંધો વિષવાવીસ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૬॥
નંદન નવલાં બાંધવ નંદિવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દીયર છે સુકુમાલ, હસે ભોજાઈઓ કહીએ દીયર મારા લાડકા, હસે રમશેને વળી ચૂંટી ખણશે ગાલ, હસે રમશેને વળી ઠુંસા દેશે ગાલ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૭॥
નંદન નવલાં ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલાં પાંચસે મામીના ભાણેજ છે, નંદન મામલિયાના ભાણેજા સુકુમાલ, હસે હાથે ઉચ્છાળીને કહીએ નાના ભાણેજડા, આંખ્યુ આંજીને વળી ટપકું કરશો ગાલ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૮॥
નંદન મામા મામી લાવશે ટોપી અંગલા, રતન જડિયા જાલર મોતી કસબી કોષ, નિલા પિલાને વળી રાતા સર્વે જાતી ના, પહેરાવશે મામી મારા નંદ કિશોર, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૯॥
નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, નંદન ગજુવે ભરશે લાડુ મોતી ચૂર, નંદન મુકડા જોયને લેશે મામી ભામણા, નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧૦॥
નંદન નવલાં ચેડા રાજાની સાતે સતી, મારી ભત્રીજી ને બહેન તમારી નંદ, તે પણ ગજુવે ભરવા લાખણ શ્યાહી લાવશે, તમે જોਈ જોઈ હોશે વધુ પરમાનંદ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧૧॥
રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘુઘરો, વળી સુડા મેના પોપટને ગજરાજ, સારસ કોયલ હંસ તિતરને વળી મોરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧૨॥
છપ્પન કુમરી અમરી જળ કળશે ન્હવરાવિયા, નંદન તમને અમને કરી ઘરણી માંહે, ફૂલની વૃષ્ટિ કિધી યોજના એકને માંડલેએ, બહુ ચિરંજીવો આશીષ દીધી તમે ત્યાહિ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥१३॥
તમને મેરૂગિરી પર સુરપતિ એ ન્હવરાવીયા, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય, મુખડા ઉપર વારે કરોડો કરોડો ચન્દ્રમા, વળી તન પર વારે ગ્રહગણનો સમુદાય, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧૪॥
નંદન નવલાં ભણવા નિશાળે પણ મુકશુ, ગજ પર અંબાડી બેસાડી મોટે સાજ, પસળી ભરશું શ્રીફળ ફોફળ નાગર વેલશું, સુખલડી લેશે નિશાળીયાને કાજ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧૫॥
નંદન નવલા મામો થાશોને પરણાવશો, વર-વહુ સરખી જોડી લાવશો રાજકુમાર સરખે સરખા વેવાઈ વેવણને પધરાવશો, વર-વહુ પોંખી લેવું જોઈ જોઈને દેવદાર, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧૬॥
પીયર સાકર મારા બેઉ પખ નંદન ઉજળા, મારા કુખે આવ્યા તાત પનોતા નંદ, મારા આંગણ ઉત્યા અમૃત દૂધે મહુલા, મારા આંગણ ફળિયા સુર તરૂ સુખના કંદ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧૭॥
એઈણી પરે ગાયું માતા ત્રિશલા સૂતનુ હાલરૂ, જે કોઈ ગાશે લેશે પુત્ર તણ સમ્રાજ્ય, બિલીમોરા નગરે વર્ણવ્યૂ શ્રી વીરનુ હાલરૂ, જય જય મંગલ હોજો દીપ વિજય કવિરાજ, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે…..॥૧૮॥
-----------------------------------------------------------------------
ગાયિકા: સર્વાંગી સાહિલ સાબની સંગીતકાર: હાર્દિક પાસાદ વિડિયો: @ParamPath વિશેષ ધન્યવાદ: પરસ ગડા