ભારતમાં ભગવાન મહાવીર ના પ્રાચીન તીર્થસ્થાનો

Ep-20: શ્રી સ્વર્ણીગરિ તીર્થ

Blog post image

[ પુરાતન ક્ષેત્ર, ભોજનશલા ની સુવિધાયુક્ત, કલાત્મક ]


તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ, લગભગ ૧૦૦ સે.મી. (શ્વે. મંદિર)

તીર્થસ્થળ: જાલોર શહેરની નજીક સ્વર્ણીગરિ પર્વત પર જાલોર દુર્ગમાં.

પ્રાચીનતા: પ્રાચીન કાળમાં સ્વર્ણગિરિ કનકાચલ નામથી પ્રસિદ્ધ હતું. એક સમયે અહીં અનેક કરોડપતિ શ્રાવકો રહેતા હતા. તત્કાલીન રાજાઓ દ્વારા અહીંયાં “યક્ષવસતિ” અને “અષ્ટાપદ” વગેરે જૈન મંદિરોનું નિર્માણ થયું હતું. એવો ઉલ્લેખ મળે છે. ઉલ્લેખાનુસાર વિ.સં ૧૨૬ થી ૧૩૫ દરમ્યાન શ્રી વિક્રમાદિત્ય રાજાના વંશજ શ્રી નાહક રાજાના સમયમાં એનું નિર્માણ થયું હશે એમ જણાય છે.

શ્રી મેરુતુંગસૂરિજી રચિત "વિચાર શ્રેણી'' માં અને લગભગ તેરમી સદીમાં શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી રચિત “અષ્ટોત્તરી તીર્થમાળા" માં એનો ઉલ્લેખ મળી આવે છે. 'સકલાર્હત સ્તોત્ર” માં એનો કનકાયલ નામથી ઉલ્લેખ છે. શ્રી કુમારપાળ રાજા દ્વારા વિ.સં ૧૨૨૧માં “યક્ષવસતિ" મંદિરનો ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે.


swarngiri.jpg

સ્વર્ણીગરિમાં કુમારપાળ રાજા દ્વારા નિર્મિત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર “કુમાર વિહાર" ની પ્રતિષ્ઠા સં. ૧૨૨૧માં શ્રી વાદીદેવસૂરિજીના સુહસ્તે સંપન્ન થયાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૨૫૬માં શ્રી પૂર્ણચંદ્રસૂરિજી દ્વારા મંદિરમાં તોરણ ની પ્રતિષ્ઠા ૧૨૬૫માં મૂલશિખર પર સ્વર્ણઠંડ, વિ.સં. ૧૨૬૮માં સંસ્કૃત ભાષામાં સાત “દ્વાત્રશિખા” ના રચયિતા શ્રી રામચંદ્રસૂરિજી દ્વારા પ્રેક્ષામધ્ય મંડપ પર સ્વર્ણમય કલશની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૬૮૧માં સ્વર્ણીગરિ પર સમ્રાટ અકબરના પુત્ર જહાંગીરના સમયમાં અહીંના રાજા ગજસિંહજીના મંત્રી મુહણોત શ્રી જયમલજી દ્વારા એક જૈન મંદિર બનાવવાનો અને બીજા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ છે. મંત્રી જયમલજીની ધર્મપત્નીઓ શ્રીમતી સરૂપદ અને સોહાગર દ્વારા પણ અનેક

પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવ્યાનો ઉલ્લેખ છે, જેમાં અનેક પ્રતિમાઓ આજે પણ વિધમાન છે.

શ્રી મહાવીર ભગવાનના આ મંદિરનો જીર્ણોદ્વાર મંત્રી શ્રી જયમલજી દ્વારા થઈને શ્રી જયસાગરગણિજીના - સુહસ્તે તેની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. કહેવાય છે કે આ જ "યક્ષવસતિ” મંદિર છે, જેનો પહેલા કુમારપાળ રાજાએ પણ ઉદ્ધાર કરાવ્યો હતો. અંતિમ ઉદ્ધાર શ્રી વિજયરાજેન્દ્રસૂરિજીના ઉપદેશથી થયો હતો.

સ્વર્ણીગરિની તળેટી જાલોર પણ લગભગ વિક્રમની બીજી સદીમાં વસ્યાનો ઉલ્લેખ છે. જેને જાબાલીપુર કહેતા હતા. વિ.સં. ૮૩૫માં અહીં શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં આચાર્ય શ્રી ઉદ્યોતનસૂરિજી દ્વારા “કુવલયમાલા" ગ્રંથની રચના પૂર્ણ કર્યાનો ઉલ્લેખ છે. એ સમયે અહીં અનેક મંદિરો હતા એમાં અષ્ટાપદ નામનું મંદિર વિશાળ હતું. વિ.સં. ૧૨૯૩માં રાજા ઉદયસિંહ ના મંત્રી શ્રી યશોવીર દ્વારા શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં કલામુક્ત મંડપ નિર્મિત કરાવ્યાનો ઉલ્લેખ છે.

ખસ્તરગચ્છ ગુવીવલી ના મત અનુસાર રાજાશ્રી ઉદયસિંહજી ના સમયે વિ.સં. ૧૩૧૦ વૈશાખ સુદ ૧૩ થનીવાર સ્વાતિનક્ષત્રમાં શ્રી મહાવીર ભગવાનના મંદિરમાં ચોવિસ જિનબિંબોની પ્રતિષ્ઠા મહોત્સવ અનેક રાજાઓ, પ્રધાન પુરુષો ની ઉપસ્થિતિમાં મહામંત્રી શ્રી જયસિંહજીના તત્વાઘાન માં અતિ ઉલ્લાસપૂર્વક સંપન્ન થયો. એ સમયે પાલનપુર, વાગડદેશ વગેરે જગ્યાએથી શ્રાવકગણ એકઠા થયા હતા.

વિ.સં.૧૩૪૨માં શ્રી સામન્તસિંહના સાનિધ્યમાં અનેક જિનપ્રતિમાઓ પ્રતિષ્ઠિત કર્યાનો તથા વિ.સં. ૧૩૭૧માં જેઠ કૃષ્ણા ૧૦ના દિવસે આચાર્યશ્રી જિનચન્દ્રસૂરિશ્વરજીની વિધમાનતામાં દિક્ષા તથા માળારોપણ મહોત્સવ થયાનો ઉલ્લેખ છે.

વિશિષ્ટતા: વિક્રમની બીજી શતાબ્દીથી લગભગ અઢારમી શતાબ્દી સુધી અહીં અનેક જૈન રાજાઓ મંત્રીઓ અને શ્રેષ્ઠીઓ દ્વારા થયેલાં ધાર્મિક અને સામાજિક કાર્યો ઉલ્લેખનીય છે. જેનું વર્ણન શબ્દોમાં થઈ શકે નહિ.

અહીંના ઉદયસિંહ રાજાના મંત્રી શ્રી યશોવીરે સં.૧૨૯૨માં આબુના મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ દ્વારા શોભનસૂત્રધારોથી નિર્મિત લાવણ્યવસહિ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો હતો. એ વખતે અન્ય ૮૪ રાજાઓ અને અનેક મંત્રીઓ તથા પ્રમુખ વ્યક્તિઓ વગેરે હાજર હતા. યશોવીર શિલ્પકલામાં નિષ્ણાત વિદ્વાન હોવાને લીધે અદ્ભુત મંદિરમાં પણ તેણે ૧૪ ભૂલ બતાવી હતી, જેથી તેની વિદ્વત્તા તથા અન્ય ગુણોની ભારે પ્રશંસા થઈ હતી. વિ.સં. ૧૭૪૧માં અહીંના મુણહોત જયમલ મંત્રીના પુત્ર શ્રી નેણસી જોધપુરના મહારાજા

શ્રી જશવંતસિંહજીના દીવાન હતા, જેમણે પોતાની દીવાનગીરમાં ભારે કુશળતા બતાવી હતી, જેના પર “નેણસી ની ખ્યાત” ની રચના થઈ, જે આજે પણ લોકપ્રચલિત છે. પ.પૂજય આચાર્ય ભગવંતશ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા. ની આ સાધનાભૂમિ છે.

બીજા મંદિરો: આ સિવાય સ્વર્ણીગરિ પર્વત પર કિલ્લામાં ચાર મંદિરો, એક ગુરુ મંદિર અને તેની તળેટી જાલોરમાં ૧૨ મંદિરો આજે પણ વિદ્યમાન છે. કિલ્લા પર ચૌમુખજી મંદિર અને પાર્શ્વનાથ મંદિર પ્રાચીન માનવામાં આવે છે, જેને અષ્ટાપદ મંદિર અને કુમાર વિહાર મંદિર પણ કહે છે. જાલોરમાં શ્રી નેમિનાય ભગવાનના મંદિરમાં સં. ૧૬૫૬માં પ્રતિષ્ઠિત અકબર પ્રતિબોધક શ્રી હીરવિજય સૂરીશ્વરજીની ગુરુમૂર્તિ છે. નવનિર્મિત શ્રી નંદીશ્વર દ્વીપમંદિર ઘણુંજ સુંદર બનેલું છે.

કલા અને સૌંદર્ય: સમુદ્રની સપાટીથી લગભગ ૧૨૦૦ ફૂટ ઊંચે પર્વત પર લગભગ ૨.૫ કિ.મી. લાંબા અને ૧-૧/૪ કિ.મી. પહોળા કિલ્લાના પરિકોટમાં મંદિરોનું દશ્ય ઘણું જ સોહામણું લાગે છે, જે વીતી ગયેલા ભવ્ય સમયની યાદ અપાવે છે. અહીં મંદિરો અને મસ્જિદોમાં અનેક પ્રાચીન પ્રતિમાઓ અને કલાત્મક અવશેષો આજે પણ જોવા મળે છે.

માર્ગદર્શન: આ સ્થાન ભાડવપુરથી પદ કિ.મી., રાણકપુરથી લગભગ ૧૦૦ કિ.મી., જોધપુરથી ૧૪૦ કિ.મી. તથા માંડોલીથી લગભગ ૩૫ કિ.મી. દૂર છે. આ બધી જગ્યાએથી બસ તથા ટેકસીની સગવડતા છે.

કિલ્લા પર આવેલ આ મંદિરથી તળેટી ૨.૫ કિ.મી. તથા તળેટીથી જાલોર રેલ્વે સ્ટેશન ૩ કિ.મી. દૂર છે. અહીંથી ઓટો તથા ટેકસીની સગવડતા છે. વયોવૃદ્ધ જાત્રાળુઓ પહાડ પર જવા માટે ડોળી ની સગવડતા છે.

સગવડતા: રહેવા માટે ગામમાં કંચનગિરિ વિહાર ધર્મશાળા તથા નંદીશ્વર દ્વિપ મંદિરની ધર્મશાળા છે. અહીં વીજળી, પાણી, વાસણ, ગાદલાં-ગોદડાં તથા ભોજનશાળાની સગવડતા છે. કિલ્લા પર પણ મંદિરની નજીક (ભોજનશાળા સહિત) દરેક પ્રકારની સગવડતા વાળી ધર્મશાળા તથા મુનિભગવંતો માટે ઉપાશ્રયની સગવડતા છે.

પેઢી: શ્રી સ્વર્ણીગરિ જૈન શ્વેતાંબર તીર્થ (જાલોર દુર્ગ) કાર્યાલય : કંચનગિરિ વિહાર ધર્મશાળા, જૂના બસ સ્ટેન્ડ પાસે, પોસ્ટ :જાલોર - ૩૪૩ ૦૦૧, જીલ્લો : જાલોર, પ્રાંત : રાજસ્થાન. ફોન : ૦૨૯૭૩-૩૨૩૧૬ (દુર્ગ કાર્યાલય) ફોન : ૦૨૯૭૩-૩૨૩૮૬ (કંચનગિરી વિહાર કાર્યાલય)

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.