Ep-11: રાષ્ટ્રકવિ દિનકરજી
આજથી અઢી હજાર વર્ષ પૂર્વે અનેકાંતવાદનો જે ઉપદેશ ભગવાન મહાવીરે આપ્યો હતો, તેનો સ્વીકાર આજના રાજકીય નેતાઓ કરે, તો દુનિયામાં અવશ્ય ક્રાન્તિ સ્થાપી શકાય તેમ છે. આપણે પોતાના માટે એક વાત વિચારીએ, અને અન્યના માટે બીજી વિચારીએ તો તેમા પાપ છે. ભગવાન મહાવીરને લોકો સમજે તેઓનો દૃષ્ટિકોણ સ્વીકારી પ્રચાર કરે, તો વિશ્વમાં સદ્ભાવના વધે-શાંતિ પ્રવર્તે, એમ હું માનું છું.